‘તેરે પ્યાર મેં’, આ ગીત એક રોમેન્ટિક ગીત છે, જેમાં રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી જોવા મળી છે. ગીતમાં રણબીર એક લવર બોય બનીને શ્રદ્ધાને ઈમ્પ્રેસ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં ઘણા સુંદર લોકેશન બતાવવામાં આવ્યા છે, આ સાથે જ સમુદ્રના નજારા પણ જોવા મળે છે, જે આ વીડિયો સોન્ગને ખૂબ જ સુંદર બનાવે છે. રણબીર અને શ્રદ્ધા આ ફિલ્મ દ્વારા પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળવાના છે. આ ગીતમાં બંનેની જોડી ખૂબ જ શાનદાર લાગી રહી છે અને આ ગીતમાં ઇન્ટિમેટ સીન છે.
આ ગીતના શબ્દો ખૂબ જ એક્સાઈટેડ છે. આ ગીતના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે અને ગીત અરિજીત સિંહ અને નિકિતા ગાંધીએ ગાયું છે. જો બંને સ્ટાર્સના લુકની વાત કરીએ તો આ ગીતમાં રણબીર કપૂર ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી રહ્યો છે, તેની સાથે શ્રદ્ધા કપૂર પણ સુંદર લાગી રહી છે અને તે બિકીની લુકમાં પણ જોવા મળી રહી છે.
‘તુ જૂઠી મેં મક્કાર’ની રિલીઝ ડેટની વાત કરીએ તો રણબીર-શ્રદ્ધાની આ ફિલ્મ 8 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દર્શકોને રોમાન્સની સાથે કોમેડી પણ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રોડ્યુસર બોની કપૂર પણ જોવા મળવાના છે, આ ફિલ્મ દ્વારા તેઓ પોતાના એક્ટિંગની કરિયરમાં ડેબ્યૂ કરી રહ્યા છે.