વિજય દેવરકોંડાના ફેન્સની સામંથા રૂથ પ્રભુએ હાથ જોડીને કેમ માંગી માફી? જાણો કારણ

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 8:09 PM

Samantha Ruth Prabhu Film Kushi: સામંથા રૂથ પ્રભુની (Samanth Ruth Prabhu) અપકમિંગ ફિલ્મ 'કુશી'ની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસે ટ્વિટર દ્વારા વિજય દેવરકોંડાના ફેન્સની માફી માંગી છે.

વિજય દેવરકોંડાના ફેન્સની સામંથા રૂથ પ્રભુએ હાથ જોડીને કેમ માંગી માફી? જાણો કારણ
samantha ruth prabhu-vijay deverakonda
Image Credit source: Instagram

Samantha Ruth Prabhu Film Kushi: સાઉથની સુપરહિટ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કર્યું છે. તે લાંબા સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ ‘કુશી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ એપકમિંગ ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ પહેલા જ પૂરું થઈ ગયું છે, પરંતુ બાકીના ભાગનું શૂટિંગ સામંથા રૂથ પ્રભુની ખરાબ તબિયતને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સામંથાની અપોઝિટ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા જોવા મળશે. હવે એક્ટ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા વિજય દેવરકોંડાના ફેન્સની માફી માંગી છે.

સામંથાએ વિજયના ફેન્સની કેમ માંગી માફી?

હાલમાં એક ટ્વિટર યુઝરે સામંથા રૂથ પ્રભુને ફિલ્મ ‘કુશી’ના અપડેટ વિશે પૂછ્યું, જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું, “કુશી ટૂંક સમયમાં ફરી શરૂ થશે. વિજય દેવરકોંડાના ફેન્સની હું માફી માંગુ છું.

સામંથાની ખરાબ તબિયતને કારણે આ ફિલ્મની શૂટિંગની ડેટ આગળ વધારવામાં આવી હતી, જેના કારણે ફિલ્મમાં વિલંબ થવાને કારણે એક્ટ્રેસે વિજય દેવરકોંડાના ફેન્સની માફી માંગી છે. આ સાથે એક્ટ્રેસે એ પણ જાણકારી આપી હતી કે આ ફિલ્મનું કામ ફરી એકવાર ટૂંક સમયમાં જ શરૂ થશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સામંથાએ સોશિયલ મીડિયા દ્વારા માયોસાઈટિસ નામની બીમારીથી પીડિત હોવાની જાણકારી આપી હતી.

ફિલ્મમાં જોવા મળશે સામંથા અને વિજયની કેમેસ્ટ્રી

કુશી એક રોમેન્ટિક એન્ટરટેઇનર (લવ સ્ટોરી) ફિલ્મ છે, જેમાં દર્શકોને સ્ક્રીન પર સામંથા અને વિજય દેવરકોંડા વચ્ચેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળશે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ પહેલા ડિસેમ્બર 2022 માં જ રિલીઝ થવાની હતી, જે પછી વર્ષ 2023 માટે આગળ વધારવામાં આવી હતી.

આ પણ વાંચો : Jawan : લાંબા વાળ, ચહેરા પર પટ્ટી, ‘જવાન’ના સેટ પરથી શાહરૂખ ખાનની તસવીર લીક

સામંથા રૂથ પ્રભુની આ પહેલાની ફિલ્મ ‘યશોદા’ હતી જે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર આવી હતી અને વિજય દેવરકોંડાની વાત કરીએ તો તે ઓગસ્ટ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાઈગર’માં જોવા મળ્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati