આવી સ્થિતિમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ આ પાર્ટીમાં હાજરી આપશે. અહેવાલો અનુસાર, રણબીર આલિયાએ નક્કી કર્યું છે કે તેમના લગ્નનું રિસેપ્શન 17 એપ્રિલે યોજાશે. રાત્રે 9 વાગ્યાથી પાર્ટી શરૂ થશે. અહેવાલો અનુસાર, 17 એપ્રિલે આ ભવ્ય રિસેપ્શનમાં અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતિક રોશન (Hrithik Roshan), કેટરિના કૈફ (Katrina Kaif) અને રાની મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ હાજરી આપશે. આલિયા રણબીરના લગ્નમાં શાહરૂખ ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, ફરાહ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.
અત્યાર સુધી કપૂર પરિવારમાંથી કોઈએ ખુલીને સામે નથી આવ્યું કે, રણબીર અને આલિયાના લગ્ન થઈ રહ્યા છે. જો કે આલિયાના પરિવાર વતી બે લોકો આગળ આવ્યા છે. આલિયાના ભાઈ રાહુલ ભટ્ટ અને અભિનેત્રીના કાકા રોબિન ભટ્ટ (વિક્રમ ભટ્ટના પિતા) એ સ્પષ્ટ કહ્યું કે, રણબીર અને આલિયા લગ્ન કરવા જઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રોબિને રણબીર આલિયાના લગ્નની તારીખ જાહેર કરી છે. તેણે જણાવ્યું કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આલિયાની મહેંદી સેરેમની 13મીએ થશે. આલિયાના કાકાએ કહ્યું કે, આલિયા અને રણબીરના લગ્નની ઉજવણી ચાર દિવસ સુધી ચાલશે. 14 એપ્રિલના લગ્નની તારીખ બહાર આવી છે. 13ના રોજ મહેંદી સમારોહ રાખેલી છે. બાંદ્રા સ્થિત આરકેના ઘરે રિંગ સેરેમની કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: OMG : લગ્ન પહેલા આલિયા ભટ્ટે પોતાને ઘરમાં કરી કેદ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !
આ પણ વાંચો: ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના ‘Butter’ પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો