IPL 2022 માં વિજયની હેટ્રિક નોંધાવ્યા બાદ ગુજરાત ટાઇટન્સ બે જૂથમાં વહેચાઈ ! ક્રિકેટ નહી, કોઈ બીજી જ રમત દેખાઈ
IPL 2022માં ગુજરાત ટાઇટન્સની આગામી મેચ હવે 11મી એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ મુંબઈના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
IPL 2022માં અત્યાર સુધી જો કોઈ ટીમ અજેય રહી હોય તો તે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) છે. આ ટીમે જીતની હેટ્રિક લગાવી છે. ટીમે હજુ સુધી હાર મેળવી નથી. મતલબ કે તેઓ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી ચૂક્યા છે. પરંતુ આ સફળતા બાદ ગુજરાત ટાઇટન્સ ટીમ બે ગ્રૂપમાં વહેંચાયેલી જોવા મળી હતી અને ત્યાર પછી તેમની વચ્ચે ક્રિકેટ (Cricket) નહીં પણ કોઈ બીજી જ રમત રમાતી જોવા મળી હતી. આખી ટીમ પાણીમાં ઉતરી ગઈ, જ્યાં તે બે જૂથમાં વહેંચાઈ ગઈ અને એક રમત રમી. અહીં બે જૂથોમાં વિભાજનનો અર્થ એ નથી કે ટીમમાં ભાગલા પડ્યા છે. પરંતુ તેમની વચ્ચે જે રમત ચાલી રહી હતી તે વોલીબોલની (Volleyball) હતી, જેના માટે આખી ટીમ પાણીમાં એટલે કે હોટલના સ્વિમિંગ પૂલમાં ઉતરી હતી.
હવે જે ટીમ જીતના રથ પર સવાર છે, તેઓ કેમ મજા ન કરે. ગુજરાત ટાઇટન્સ પણ આવું જ કરી રહ્યું છે. તેના તમામ ખેલાડીઓ સ્વિમિંગ પુલમાં ઉતરીને મસ્તી કરતા જોવા મળ્યા, પછી ભલે તે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા કેમ ના હોય. હાર્દિક પંડ્યાએ સ્વિમિંગ કર્યું હતુ, બાકીના ખેલાડીઓએ વોલીબોલ રમ્યા હતા.
ગુજરાત ટાઇટન્સ ટીમ બે ભાગમાં વહેંચાઇને વોલીબોલ રમી
સ્વિમિંગ પૂલમાં ખેલાડીઓની મસ્તીનો આ વીડિયો ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખેલાડીઓ કેવી રીતે પૂલમાં વોલીબોલની મજા માણી રહ્યા છે. કેટલીકવાર ક્રિકેટરો માટે શરીરને ફિટ રાખવાની સાથે માનસિક મજબૂતી માટે પણ આવી વસ્તુઓની જરૂર પડે છે. જેથી તેનું ફોકસ ક્રિકેટ પરથી હટી ના જાય. આ વીડિયોમાં ખેલાડીઓમાં મોજ-મસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Let’s play #mshami11 pic.twitter.com/pqEWgJVR89
— Mohammad Shami (@MdShami11) April 9, 2022
નવી ટીમનું મજબૂત પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સ આઇપીએલની સૌથી નવી ટીમ છે. આ સિઝનમાં તેણે પદાર્પણ કર્યું છે. અને તેની પહેલી જ સિઝનમાં આ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની પ્રથમ મેચમાં તેણે પોતાની નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું અને ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સના પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો. અને આ સાથે ટુર્નામેન્ટમાં વિજયની હેટ્રિક પૂરી કરી.
સનરાઇઝર્સ હૈદરાબાદ આગામી મેચ
IPL 2022માં ગુજરાત ટાઇટન્સની આગામી મેચ હવે 11મી એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ મુંબઈના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ગુજરાતની ટીમ પોતાની પ્રથમ મેચ રમશે. આ પહેલા તેણે અલગ-અલગ મેદાન પર 3 મેચ રમી હતી અને જીત મેળવી હતી. ટીમની માનસિકતા જોતા એવું માનવામાં આવે છે કે વિજયની હેટ્રિક બાદ હવે તેઓ પણ જીતનો ચોગ્ગો મારતા જોવા મળશે.
આ પણ વાંચોઃ
MI vs RCB IPL 2022 Match Result: અનુજ રાવત-કોહલી સામે મુંબઈના બોલરો વામળા સાબીત થયા, મુંબઈની સતત ચોથી હાર, બેંગ્લોરે 7 વિકેટે જીત મેળવી
આ પણ વાંચોઃ