ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના ‘Butter’ પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો

BTS Grammy Awards Performance : વિશ્વપ્રસિદ્ધ સિંગર જસ્ટિન બીબર એ હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારોમાં બની રહે છે. જસ્ટિન બીબર હાલમાં તેની 'જસ્ટિસ' આલ્બમની વર્લ્ડ ટુર પર દરેક જગ્યાએ ધમાકેદાર શો કરી રહ્યો છે.

ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના 'Butter' પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો
Justin Bieber (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 11, 2022 | 4:15 AM

જસ્ટિન બીબર (Jutin Bieber) એ હાલમાં વિશ્વના સૌથી પ્રખ્યાત અને લોકોના પ્રિય સોલો સંગીતકારોમાંના એક છે. જસ્ટિન બીબર એ ખરા અર્થમાં ‘પૉપ સુપરસ્ટાર’ (Pop Superstar) છે. જસ્ટિન 14 વર્ષની ઉંમરથી જ જ્યારે તે તેના ગીત ‘બેબી’ (Baby) માટે વાયરલ થયો હતો, અત્યાર સુધી તેનો ક્યારેય કોઈપણ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો નથી, અને તે પોતે જ એક સિદ્ધિ છે. જ્યારે આખું વિશ્વ જસ્ટિન બીબરને પ્રેમ કરે છે અને તેની પ્રશંસા કરે છે, ત્યારે સુપરસ્ટાર ગાયક ઘણી વખત જણાવે છે કે, તે BTSને કેટલો પ્રેમ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જસ્ટિન બીબરનું ‘બેબી’ ગીત એ આજે પણ વિશ્વમાં સૌથી વધુ વખત જોવાયેલું અને ડાઉનલોડ થયેલા ગીતોમાંનું એક છે.

 

View this post on Instagram

 

A post shared by Justin Bieber (@justinbieber)

2022 ગ્રેમી એવોર્ડ્સમાં BTSના ખુબ જ લોકપ્રિય સોન્ગ ‘બટર’ના વિશેષ પ્રદર્શન દરમિયાન, જસ્ટિન તેમના પ્રદર્શનથી ખૂબ જ આશ્ચર્યચકિત જણાતો હતો, અને આપણી અપેક્ષા મુજબ, તેની BTS માટેની આ પ્રતિક્રિયા અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. શું તમે પણ તેની એક ઝલક મેળવવા માંગો છો? તો ચાલો, નીચે એક નજર નાખો –

શું તમે BTSને ઓળખો છો ??

અમે તમને જણાવી દઈએ કે, BTS એ કોરિયન સંગીતકારોનું એક વિશ્વપ્રસિદ્ધ ગ્રુપ છે, જેમાં 7 કલાકારો છે. જેમાં વી, જંગ કોક , સૂગા , આર એમ , પાર્ક જિમીન , જે હોપ , અને જિન – આ મહાન સંગીતકારોનો સમાવેશ થાય છે. આજે વિશ્વમાં ટોપ 5 મ્યુઝીક ચેનલમાં BTS ત્રીજા સ્થાને છે. જે તેની પ્રચંડ લોકપ્રિયતાનો પુરાવો આપણને આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Justin Bieber (@justinbieber)

BTS સિવાય કોરિયન મહિલા સંગીતકારોનું ગ્રુપ ‘BLACKPINK’ પણ એટલું જ લોકપ્રિય છે. વિશ્વમાં અત્યારે નમ્બર 1 મ્યુઝીક ચેનલમાં તેમનું સ્થાન પ્રથમ છે. આ લેજેન્ડરી મ્યુઝીક ગ્રુપમાં, રોઝ, લિસા, જેની અને જિસ્સો – આ 4 વિશ્વપ્રસિદ્ધ ગાયિકાઓનો સમાવેશ થાય છે. તેઓએ વર્લ્ડ વાઈડ ફેમસ સિંગર સેલિના ગોમેઝ સાથે ‘આઈસ્ક્રીમ’ નામનું સોન્ગ રેકોર્ડ કરેલું, જે ખુબ જ લોકપ્રિય થયું છે.

અમે તમને જણાવી દઈએ કે, જસ્ટિન બીબર એ અત્યારે વર્લ્ડ ટોપ 5માં 2જા નંબર પર છે.

આ પણ વાંચો – ‘પૉપ સુપરસ્ટાર’ જસ્ટિન બીબર તેની કેનેડા અંગેની ટિપ્પણી બદલ કોન્સર્ટમાં થયો ખુબ જ ટ્રોલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati