રાવણ સામે લડનાર જટાયુનો રોલ કોણ કરશે ? ‘Ramayana’ના નવા પોસ્ટરે વધારી દર્શકોની ઉત્સુક્તા
નિતેશ તિવારીની મોસ્ટ એવેટેડ ફિલ્મ 'Ramayana' ને લઈને ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. રણબીર કપૂર સ્ટારર આ મેગા બજેટ ફિલ્મમાંથી હવે જટાયુનો શક્તિશાળી અને પ્રભાવશાળી ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે.

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરની ફિલ્મ ‘Ramayana’ ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મમાં ‘રણબીર’ ભગવાન રામના કિરદારમાં નજરે પડશે. બીજું કે, ફિલ્મને 5 નવેમ્બરના રોજ રિલીઝ કરવાની છે. આ વચ્ચે ફિલ્મમાંથી જટાયુનો પહેલો લુક સામે આવી ગયો છે. પોસ્ટરમાં જટાયુનું શાનદાર રૂપ જોવા મળી રહ્યું છે.
જટાયુનો ફર્સ્ટ લુક આઉટ
‘Ramayana’ના નવા પોસ્ટરમાં જટાયુને બે અલગ-અલગ રૂપમાં બતાવવામાં આવ્યા છે. એક તસવીરમાં તેમની તેજ અને દ્રઢ નજરો દેખાડવામાં આવી છે, જ્યારે બીજી તસવીરમાં તેઓ પોતાના મોટી-મોટી પાંખો ફેલાવતા નજરે પડી રહ્યા છે. પોસ્ટર પર ‘ધ વિંગ્સ ઓફ ધર્મા’ એટલે કે ‘ધર્મની પાંખો’ લખેલું છે.
View this post on Instagram
જટાયુનું કિરદાર સાહસ, સચ્ચાઈ અને સાચા કામ માટે ઊભા રહેવાનો સંદેશ આપે છે. જટાયુ જાણતા હતા કે, રાવણ ખૂબ શક્તિશાળી છે. તેમ છતાંય તેમણે સીતાને બચાવવા માટે તેની સાથે મુકાબલો કર્યો હતો. રામાયણની કથામાં જ્યારે ‘રાવણ’ માતા સીતાનું હરણ કરીને તેમને લઈ જઈ રહ્યો હતો, ત્યારે જટાયુએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જટાયુના રૂપમાં કોણ જોવા મળશે?
રાવણ સાથે લડતી વખતે જટાયુ ગંભીરરૂપે ઘાયલ થઈ ગયા હતા પરંતુ તેમણે હાર માનવાના બદલે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. ભલે તે સીતાને રાવણથી બચાવી ન શક્યા પરંતુ તેમનું સાહસ અને ત્યાગ તેમને રામાયણનું એક મહત્વપૂર્ણ કિરદાર બનાવે છે. જણાવી દઈએ કે, જટાયુના રૂપમાં અનુપમ ખેર નજરે પડશે.
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના કિરદારમાં નજરે પડશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. તેના પહેલા ભાગને 5 નવેમ્બર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે, જ્યારે બીજો ભાગ ‘Diwali 2027’ પર આવવાનો છે.
