AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સત્યને જેટલું દબાવશો, તે એટલી જ તાકાતથી પાછું આવશે’, ‘સતલુજ’ ફિલ્મ હટાવાતા ભડક્યા રામ ગોપાલ વર્મા

દિલજીત દોસાંજ સ્ટારર ફિલ્મ 'સતલુજ' ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થયાના માત્ર બે જ દિવસમાં હટાવી દેવાતા મોટો વિવાદ સર્જાયો છે. માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત આ ફિલ્મને પ્લેટફોર્મ પરથી હટાવવા બદલ હવે જાણીતા ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા આ ફિલ્મના સમર્થનમાં આગળ આવ્યા છે.

'સત્યને જેટલું દબાવશો, તે એટલી જ તાકાતથી પાછું આવશે', 'સતલુજ' ફિલ્મ હટાવાતા ભડક્યા રામ ગોપાલ વર્મા
| Updated on: Jul 07, 2026 | 8:14 PM
Share

દિલજીત દોસાંજની ફિલ્મ ‘સતલુજ’ રિલીઝ થયા પછીથી સતત ચર્ચામાં બનેલી છે. 3 જુલાઈના રોજ આ ફિલ્મ ZEE5 પર રિલીઝ થઈ હતી પરંતુ રિલીઝના બે દિવસ પછી જ તેને OTT પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી. આ ફિલ્મ હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત છે. હવે ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા આ ફિલ્મના સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે.

‘આ ફિલ્મ નથી, ક્યારેય ન રુઝાવનારો ઘા છે’: રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માએ એક્સ (X) પર લખ્યું, “મેં હમણાં જ ‘સતલુજ’ જોઈ. આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એવો ઊંડો ઘા છે, જે ક્યારેય રુઝાઈ શકે નહીં. આ આપણા ઈતિહાસની સૌથી અંધકારમય ઘટનાઓમાંથી એકના પડરોને સામે લાવે છે. આ એક એવી ફિલ્મ છે, જે સિનેમાને સત્યનો સામનો કરવાનું માધ્યમ બનાવે છે. દિલજીત દોસાંજે કોઈ પણ દેખાડા વગરની હીરોવાળી છબી વિના અત્યંત શાંત પરંતુ અંદરથી સળગતા ગુસ્સા સાથે અભિનય કર્યો છે. તેમના પાત્રના હથિયાર માત્ર એક રજિસ્ટર અને તેમનો અંતરાત્મા છે. અર્જુન રામપાલે તે વ્યવસ્થાના નૈતિક પતનને અત્યંત પ્રભાવશાળી રીતે દર્શાવ્યું છે, જેને જોઈને બધું જ ખૂબ વાસ્તવિક અને ડરામણું લાગે છે.”

રામ ગોપાલ વર્માએ ડાયરેક્ટરના કર્યા ‘વખાણ’

રામ ગોપાલ વર્માએ નિર્દેશક હની ત્રેહાન વિશે લખ્યું, “નિર્દેશક હની ત્રેહાને આ ફિલ્મને સનસનાટીભરી બનાવવાને બદલે એક ધીમી પરંતુ દમદાર તપાસવાળી થ્રિલરની જેમ રજૂ કરી છે. આખી સ્ટોરી સરકારી ફાઈલ, સ્મશાન ઘાટના રેકોર્ડ અને ધીમા અવાજમાં થતી વાતચીતો દ્વારા આગળ વધે છે. આ જ સંયમ ફિલ્મને વધુ અસરકારક બનાવી દે છે, કારણ કે અહીં સત્ય કોઈ સનસનાટીથી નહીં પરંતુ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સામે આવે છે.”

ફિલ્મ હટાવવા પર બોલ્યા ‘રામ ગોપાલ વર્મા’

ફિલ્મને ZEE 5 પરથી હટાવવા પર પણ રામ ગોપાલ વર્માએ પોતાની વાત રજૂ કરી. તેમણે લખ્યું, “ફિલ્મની રિલીઝ અને પ્રદર્શનને લઈને જે વિવાદો થયા છે, તે જ સાબિત કરે છે કે જ્યારે કોઈ કળા સત્તા પર બેઠેલા લોકોને અસહજ કરી દે છે, ત્યારે તે પોતાનું અસલી કામ કરી ચૂકી હોય છે. આ જ સાચી કળાનો મકસદ છે અને ‘સતલુજ’ બિલકુલ એવી જ ફિલ્મ છે.

આ ફિલ્મ જોવી જોઈએ, લોકોને બતાવવી જોઈએ, આના પર ચર્ચા થવી જોઈએ અને વાદ-વિવાદ થવો જોઈએ. આને ફિલ્મના પીડિતોની જેમ ‘એન્કાઉન્ટર’ ન કરવી જોઈએ. હું સત્તામાં બેઠેલા તમામ લોકોને અપીલ કરું છું કે, કૃપા કરીને ‘સતલુજ’ સાથે એવું ન કરો, જે જસવંત સિંહ ખાલડા સાથે થયું હતું. સત્યને જેટલું છુપાવવાનો પ્રયત્ન કરશો, તે એટલી જ તાકાતથી સામે આવશે.”

‘સતલુજ’ ની વાર્તા શું છે?

‘સતલુજ’ આશરે ચાર વર્ષના વિલંબ બાદ 3 જુલાઈના રોજ ZEE5 પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પહેલા ‘પંજાબ 95’ ના નામે બનાવવામાં આવી હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિની અંગત શોધ કેવી રીતે ધીમે-ધીમે કથિત ગુમશુદગી અને કસ્ટડીમાં થયેલા મોત જેવા મોટા મામલાઓનો ખુલાસો કરે છે. પંજાબના ઉથલપાથલ ભરેલા સમયગાળાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ અન્યાય, મૌન અને વ્યવસ્થા સામેના સંઘર્ષની વાર્તા છે.

કરણ જોહરે ખરીદ્યા ફિલ્મ ‘રામાયણ’ના રાઈટ્સ : 500 કરોડની ડીલ અડધી કિંમતમાં થઈ ફાઈનલ, ભારતમાં મચશે ધૂમ

Follow Us
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">