AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકુમાર રાવે ખરીદ્યું જાહ્નવી કપૂરનું આલીશાન એપાર્ટમેન્ટ, જાણો કેટલા રૂપિયામાં થઈ ડીલ

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને રાજકુમાર રાવ (Rajkummar Rao) વચ્ચે આ ઘરને લઈને 31 માર્ચ 2022ના રોજ ડીલ ફાઈનલ થઈ હતી, પરંતુ ઘરની રજિસ્ટ્રીમાં ઘણો સમય લાગ્યો હતો.

રાજકુમાર રાવે ખરીદ્યું જાહ્નવી કપૂરનું આલીશાન એપાર્ટમેન્ટ, જાણો કેટલા રૂપિયામાં થઈ ડીલ
Patralekha-And-Rajkummar-RaoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 5:29 PM
Share

બોલીવુડ એક્ટર રાજકુમાર રાવે (Rajkummar Rao) એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પાસેથી મુંબઈના જુહુમાં પોતાનું ઘર ખરીદ્યું છે. આ ઘર પહેલા જાહ્નવી કપૂરે 39 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું અને હવે રાજકુમાર રાવે આ ઘર 44 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. આ ત્રણ માળનું ઘર આખું લક્ઝરી છે. પરંતુ હવે જાહ્નવીએ તેને રાજકુમાર રાવને વેચી દીધું છે. આ એપાર્ટમેન્ટ ખરીદ્યા બાદ લોકો રાજકુમાર રાવના આ નવા એપાર્ટમેન્ટને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. બંને વચ્ચે આ ઘરને લઈને 31 માર્ચ 2022ના રોજ ડીલ ફાઈનલ થઈ હતી, પરંતુ ઘરની રજિસ્ટ્રીમાં ઘણો સમય લાગ્યો હતો.

રાજકુમાર રાવે ખરીદ્યું જાહ્નવી કપૂરનું ઘર

રિપોર્ટ્સ મુજબ રાજકુમાર રાવે મુંબઈના જુહુ વિસ્તારમાં એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ લક્ઝરી ઘર તેણે જાહ્નવી કપૂર પાસેથી ખરીદ્યું છે. એવા રિપોર્ટ છે કે જાહ્નવી કપૂરે આ ઘર રાજકુમાર રાવને 44 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. આ ઘર 3456 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને આ ફ્લેટની કિંમત 1.27 લાખ પ્રતિ સ્ક્વેર ફૂટ જણાવવામાં આવી રહી છે. આ બિલ્ડિંગ ફેમસ નિર્માતા આનંદ પંડિતે બનાવી હતી અને તેને લોટસ આર્ય કહેવામાં આવે છે.

44 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ આ ડીલ

જાહ્નવી કપૂરે આ ઘર વર્ષ 2020માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. તે સમયે જાહ્નવી પણ આ ઘર ખરીદવાને કારણે ચર્ચામાં આવી હતી. જાહ્નવી કપૂરે ખૂબ નાની ઉંમરમાં આટલો મોંઘો ફ્લેટ ખરીદ્યો હતો, પરંતુ હવે તેને રાજકુમાર રાવ અને પત્રલેખાએ ખરીદ્યો છે. એવી જાણકારી પણ સામે આવી છે કે આ ઘરને લઈને જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ વચ્ચે ડીલ 31 માર્ચ 2022ના રોજ ફાઈનલ થઈ ગઈ હતી, પરંતુ ઘરની રજિસ્ટ્રીમાં ઘણો સમય લાગ્યો હતો. આ રજિસ્ટ્રી 21 જુલાઈ 2022ના રોજ કરવામાં આવી છે. રાજકુમાર રાવે આ ઘર માટે 2.19 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. જે સમયે જાહ્નવી કપૂરે આ ઘર ખરીદ્યું હતું તે સમયે તેણે સ્ટેમ્પ ડ્યુટી તરીકે 78 લાખ રૂપિયા ચૂકવવાના હતા.

ઘણી ફિલ્મોમાં જોવા મળશે રાજકુમાર રાવ

બોલિવૂડ ન્યૂઝ મુજબ રાજકુમાર રાવે આજે પોતાના ટેલેન્ટના આધારે એક અલગ જ સ્થાન બનાવ્યું છે. આજે લોકો તેને એક સારા એક્ટર તરીકે ઓળખે છે. રાજકુમાર રાવની લિસ્ટમાં આ સમયે ઘણી ફિલ્મો છે. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે મિસ્ટર એન્ડ મિસિસ માહી, ભીડ, સેકન્ડ ઇનિંગ, ગન્સ એન્ડ ગુલાબ્સ, શ્રીકાંત ભોલાની બાયોપિક અને સ્વાગત હૈ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">