AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટ સાથે જોવા મળશે અર્જુન બિજલાની અને શ્રદ્ધા આર્યા, કરણ જોહરે સ્પેશિયલ નોટ કરી શેર

હાલમાં જ આલિયા ભટ્ટે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. હવે ટીવી એક્ટર અર્જુન બિજલાની (Arjun Bijlani) અને શ્રદ્ધા આર્યા (Shraddha Arya) કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે.

આલિયા ભટ્ટ સાથે જોવા મળશે અર્જુન બિજલાની અને શ્રદ્ધા આર્યા, કરણ જોહરે સ્પેશિયલ નોટ કરી શેર
Arjun-and-Shraddha
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 2:35 PM
Share

ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ફેસ અર્જુન બિજલાની (Arjun Bijlani) હવે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે અર્જુન બિજલાની એક લોકપ્રિય ફેસ છે. તે મિલી જબ હમ તુમ, મેરી આશિકી તુમ સે હી જેવા ઘણા શોનો ભાગ રહી ચૂક્યો છે. તેના સિવાય ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા (Shraddha Arya) પણ આ બહુપ્રતિક્ષિત ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છે. આ દિવસોમાં તે ‘કુંડલી ભાગ્ય’ શોમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે અર્જુન બિજલાની અને શ્રદ્ધા આર્યા ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં જોવા મળવાના છે.

આલિયા ભટ્ટ સાથે જોવા મળશે શ્રદ્ધા અને અર્જુન

બંને ટીવી એક્ટર્સ કરણ જોહરની રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ પણ જોવા મળશે. આ વિશે એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કરણ જોહર સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં બંને એક સાથે જોવા મળે છે. તસવીરમાં બોડીકોન ડ્રેસ પહેરીને એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા ખૂબ જ એક્સાઈટેડ અને સુંદર દેખાઈ રહી છે. અર્જુન બિજલાની અને શ્રદ્ધા આર્યાને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે.

કરણ જોહરે અર્જુનનું કર્યું વેલકમ

ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ પણ પોતાની અને કરણ જોહરની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરણ જોહરે ફિલ્મની ટીમમાં સામેલ થવા પર એક નોટ લખીને તેમનું વેલકમ કર્યું છે, જે અર્જુને શેર કર્યું છે. અર્જુન અને શ્રદ્ધાના ફેન્સ પણ બંને સ્ટાર્સના કરણ જોહર સાથે કામ કરવાના સમાચાર સાંભળીને ઘણા ખુશ છે.

કરણે તેની નોટમાં શું લખ્યું

ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાની નોટમાં લખ્યું- ‘ડિયર અર્જુન, મારી ફિલ્મ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધર્મામાં આપનું સ્વાગત છે. હું ભવિષ્યમાં તમારી સાથે કામ કરવા માટે ઉત્સુક છું.’ તેના ફેન્સ સાથે નોટ શેર કરતી વખતે અર્જુન બિજલાનીએ લખ્યું- ‘આખરે કરણ જોહર સર સાથે શૂટિંગ કરવાનો મોકો મળ્યો. હું તમારા પ્રેમ, હૂંફ અને માર્ગદર્શનની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરું છું. આ ફિલ્મનો ભાગ બનીને ખુશી છે. હાલમાં જ આલિયા ભટ્ટે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. શૂટિંગ પૂરું થયા બાદ તેણે ડાન્સ પણ કર્યો હતો, જેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">