‘હિટઃ ધ ફર્સ્ટ કેસ’ના પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા, દિલ્હી પોલીસ માટે રાખ્યું સ્પેશિયલ સ્ક્રીનિંગ

ફિલ્મની સ્ટારકાસ્ટે દિલ્હી પોલીસ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. રાજકુમાર રાવ (Rajkummar Rao) અને સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને પણ મળ્યા હતા.

'હિટઃ ધ ફર્સ્ટ કેસ'ના પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા, દિલ્હી પોલીસ માટે રાખ્યું સ્પેશિયલ સ્ક્રીનિંગ
Hit The First Case Screening
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 13, 2022 | 6:50 PM

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ (Rajkummar Rao) અને સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) તેમની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘હિટઃ ધ ફર્સ્ટ કેસ’ (Hit The First Case) 15 જુલાઈના રોજ મોટા પડદા પર દસ્તક આપવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા અને ડાયરેક્ટર ડો.શૈલેષ કોલાનું રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. ફિલ્મની સ્ટારકાસ્ટે દિલ્હી પોલીસ માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને પણ મળ્યા હતા. ફિલ્મનું પહેલું સ્ક્રીનિંગ દિલ્હી પોલીસ જવાનો અને તેમના પરિવારો સાથે કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસ હુમા કુરેશીએ પણ દિલ્હીના અસલી હિરોની સાથે ‘હિટઃ ધ ફર્સ્ટ કેસ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

દિલ્હી પોલીસ સાથે કરવામાં આવ્યું સ્ક્રીનિંગ

રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા તેમની ફિલ્મ ‘હિટઃ ધ ફર્સ્ટ કેસ’ના પ્રમોશન માટે દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમણે દિલ્હી પોલીસના જવાનો સાથે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું હતું. દિલ્હી પોલીસની ટીમે પણ રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા અભિનીત આ ફિલ્મની પ્રશંસા કરી હતી. તે હિટ ટીમ દ્વારા એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી વખતે એક પોલીસ અધિકારીની આટલી વિગતવાર સફર તૈયાર કરવાની કોશિશથી ખુશ હતો. તે પોલીસ અધિકારી વિક્રમની વાર્તા સાથે જોડાઈ ગયો.

રાજકુમાર રાવે નેપોટિઝમ પર આપ્યું નિવેદન

એક્ટર રાજકુમાર રાવ આ દિવસોમાં તેની અપકમિંગ સાયકો-થ્રિલર ફિલ્મ હિટઃ ધ ફર્સ્ટ કેસને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલજી પહેલા રાજકુમારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ એટલે કે ભાઈ-ભત્રીજાવાદ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ હંમેશા રહેશે. રાજકુમારે એમ પણ કહ્યું કે ભાઈ-ભત્રીજાવાદ ખરેખર છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં ઘણી તકો છે. તેણે તેના મિત્રો અને જયદીપ અહલાવત અને પ્રતિક ગાંધી જેવા ક્લાસમેટ વિશે પણ વાત કરી, જેમને ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ઓળખ મળી રહી છે. તેમણે કહ્યું કે નેપોટિઝમ હશે, પરંતુ તમારું કામ અને ટેલેન્ટ બોલશે.

આ પણ વાંચો

દિલ રાજુ પ્રોડક્શન્સ સાથે ગુલશન કુમાર અને ટી-સિરીઝ મળીને હિટઃ ધ ફર્સ્ટ કેસ પ્રસ્તુત કરે છે. ડો. શૈલેષ કોલાનુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, દિલ રાજુ, કૃષ્ણ કુમાર અને કુલદીપ રાઠોડે કર્યું છે. રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા સ્ટાટર આ ફિલ્મ 15 જુલાઈ, 2022ના રોજ થિયેટરોમાં રીલિઝ થશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati