R Madhavanએ પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેની તસવીર કરી શેર, એક્ટરની પોસ્ટ તમારા દિલને સ્પર્શી જશે
બોલિવૂડ એક્ટર આર માધવને તાજેતરમાં પેરિસમાં બેસ્ટિલ ડે સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે એક લાંબી પોસ્ટ પણ લખવામાં આવી છે.
બોલિવૂડ એક્ટર આર માધવન પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેતા પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણીનો ભાગ બન્યો હતો. 14 જુલાઈ 2023ના રોજ પેરિસમાં આ વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આર માધવન માટે આ ઈવેન્ટ ખૂબ જ ખાસ હતી. હકીકતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો : PM Modi in France: PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક અનોખું ચંદનનું સિતાર ભેટ આપ્યું
ડિનર પર આર માધવનને પણ આમંત્રણ આપ્યું હતું
આ ડિનર પીએમ મોદી માટે ખાસ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ ડિનર પર આર માધવનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અભિનેતાએ પોતે આ પ્રસંગની ઘણી તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ ઉપરાંત તેણે તેની અદ્ભુત સાંજને યાદ કરીને એક હૃદય સ્પર્શી પોસ્ટ પણ કરી છે. જેના દ્વારા તેણે પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના વખાણ કર્યા છે.
View this post on Instagram
(credit : R Madhavan)
આર માધવને શેર કરેલી તસવીરમાં તે પીએમ મોદીનો હાથ પકડેલો જોવા મળી રહ્યો છે. તે જ સમયે પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ડિનર ટેબલ પર બેઠેલા જોવા મળે છે અને કેટલીક તસવીરોમાં દરેક સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. અભિનેતાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ તસવીરો શેર કરતાં તેમણે લખ્યું કે, 14 જુલાઈ 2023ના રોજ પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણી દરમિયાન ભારત-ફ્રાન્સના સંબંધો તેમજ બંને દેશોના લોકો માટે સારું કરવા માટેનો જુસ્સો અને સમર્પણ સ્પષ્ટ હતું.
View this post on Instagram
(credit : R Madhavan)
પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની પણ કરી પ્રશંસા
અભિનેતાની પોસ્ટ અનુસાર, લુવર ખાતે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં બંને વિશ્વ નેતાઓએ આ બે મહાન મિત્ર રાષ્ટ્રોના ભવિષ્ય માટે ઉત્સાહપૂર્વક તેમના વિઝન રજૂ કર્યા. આર માધવને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની પણ પ્રશંસા કરી છે અને બંનેનો આભાર માન્યો છે. આ સાથે, અભિનેતાએ બંને દેશોના ઉજ્જવળ ભવિષ્ય વિશે લખ્યું. આર માધવનની પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું વર્તન પણ પ્રશંસનીય હતું.