પ્રિયંકા ચોપરાએ પોતાના ઘર પર રાખ્યું ‘છેલ્લો શો’નું સ્ક્રિનિંગ, ફિલ્મની ટીમ માટે આપી પાર્ટી, જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Jan 08, 2023 | 9:02 PM

પૈન નલિનની ફિલ્મ છેલ્લો શો (Chhello Show) દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રહે છે. તેનું કારણ એ છે કે આ ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ ફિલ્મના નોમિનેશન્સનું લિસ્ટ આવવાનું છે અને દરેકને આશા છે કે ફાઈનલ લિસ્ટમાં આ મૂવીનું નામ ચોક્કસથી હશે.

પ્રિયંકા ચોપરાએ પોતાના ઘર પર રાખ્યું 'છેલ્લો શો'નું સ્ક્રિનિંગ, ફિલ્મની ટીમ માટે આપી પાર્ટી, જુઓ Video
Priyanka Chopra
Image Credit source: Instagram

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરી ચુકી છે. તે હવે હોલીવુડની વેલ નોન પર્સાનાલિટી બની ગઈ છે. એક્ટ્રેસ ખૂબ જ ખુશ છે કે તેના દેશ ભારતની ફિલ્મ છેલ્લો શોને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. એક્ટ્રેસે આ ખુશીમાં તેના લોસ એન્જલસવાળા ઘરે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ દરમિયાન ઘણી ફેમસ પર્સનાલિટીએ ભાગ લીધો હતો અને ફિલ્મ છેલ્લો શોની મજા માણી હતી. આ સાથે પ્રિયંકાએ પાર્ટી પણ આપી હતી.

પ્રિયંકા છે ખૂબ જ ખુશ

આ સમયગાળા દરમિયાનની તસવીરો અને વીડિયો ડેવિડ ડબિન્સકે ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આમાં પ્રિયંકા ચોપરા ઘણી ખુશ દેખાઈ રહી છે. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર પૈન નલિન અને ફિલ્મના લીડ એક્ટર ભાવિન રબારી પણ જોવા મળે છે. ફોટાની સાથે પ્રિયંકાના ઘરના કેટલાક વીડિયો પણ છે જ્યાં ફિલ્મની સ્ક્રીનિંગ ચાલી રહી છે. આ સાથે જ પ્રિયંકાના આલીશાન ઘરનો નજારો જોવો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછો નથી.

View this post on Instagram

A post shared by DAVID DUBINSKY (@daviddubinsky)

પ્રિયંકા આ દરમિયાન ફિલ્મના કાસ્ટ અને ક્રૂ સાથે વાતચીત કરતી જોવા મળી હતી. પ્રિયંકાએ ફિલ્મમાં કામ કરનાર ચાઈલ્ડ એક્ટર ભાવિન રબારી સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન પ્રિયંકાએ ભાવિનને પૂછ્યું કે શું તેને આ ફિલ્મમાં કામ કરતાં પહેલાં કોઈ ફિલ્મ જોઈ છે. તેના જવાબમાં ભાવિને કહ્યું કે તેણે આમિર ખાનની ફિલ્મ દંગલ જોઈ છે. આ સાંભળીને પ્રિયંકા ખુશ થઈ ગઈ અને કહ્યું કે આ ખૂબ જ સારી ફિલ્મ છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

ફિલ્મની વાર્તા ખૂબ જ સિમ્પલ છે પરંતુ આ ફિલ્મના ડાયરેક્ટર પૈન નલિન દ્વારા જે રીતે ફિલ્માવવામાં આવી છે તેને બધાના દિલ જીતી લીધા છે અને ઓસ્કાર સુધીની સફર કરી છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે રેલ્વે સ્ટેશન પર ચા વેચતો છોકરો એક દિવસ ફિલ્મ જુએ છે અને ત્યારે જ તેના મનમાં ફિલ્મ બનાવવાનો વિચાર આવે છે. આ જર્ની પર આ ફિલ્મ બનાવવામાં આવી છે, જે ડાયરેક્ટર પૈન નલિનના લાઈફથી ઈન્સ્પાયર માનવામાં આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati