Viral Video: સર્જરી બાદ સેટ પર પરત ફર્યો રોહિત શેટ્ટી, ફેન્સનો માન્યો આભાર, સિદ્ધાર્થે વીડિયો શેયર કરી કહ્યું તમે ઈન્સ્પિરેશન છો
ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને (Rohit Shetty) શૂટિંગ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ હતી. શૂટિંગ હાલમાં હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં થઈ રહ્યું છે. પ્રોડક્શન ટીમ દ્વારા તેને તાત્કાલિક કામીનેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
બોલિવૂડના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટી પોતાની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. શૂટિંગ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. હવે નિર્દેશક એકદમ ઠીક છે અને શૂટિંગ પર પરત ફર્યો છે. સેટ પર પહોંચ્યા પછી રોહિત શેટ્ટીએ ફેન્સના પ્રેમ માટે આભાર માન્યો અને પોતાના હાથ વિશે પણ જાણકારી આપી. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડાયરેક્ટર માટે એક વીડિયો પણ શેયર કર્યો છે.
રોહિત શેટ્ટીએ હૈદરાબાદમાં તેની વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. આખી ટીમ સાથે સેટ પરથી એક તસવીર શેર કરતાં રોહિતે લખ્યું, ‘બીજી કાર પડી, પરંતુ આ વખતે બે આંગળીઓમાં ટાંકા આવ્યા. ચિંતા કરવાની કંઈ વાત નથી, હું ઠીક છું. તમારા પ્રેમ અને ચિંતા માટે ખૂબ ખૂબ આભાર.
સિદ્ધાર્થે શેયર કર્યો વીડિયો
સિદ્ધાર્થ મલ્હોત્રાએ રોહિત શેટ્ટી સાથેનો વીડિયો શેયર કર્યો છે. વીડિયોમાં સિદ્ધાર્થ કહે છે, ‘અમારી પાસે ઓજી એક્શન માસ્ટર છે જે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી સેટ પર પરત ફર્યા છે. હજુ 12 કલાક પણ થયા નથી પરંતુ તે એક રોકસ્ટાર છે અને સેટ પર પરત ફર્યા છે. આ સિવાય તે રોહિતને પૂછે છે કે તે કેવું અનુભવી રહ્યા છે.
વીડિયો શેયર કરતી વખતે એક્ટરે લખ્યું, ‘આપણે બધા રોહિત સરના એક્શન પ્રત્યેના પ્રેમ અને તેમના દ્વારા નિર્દેશિત સ્ટંટ પ્રત્યેના તેમના જુસ્સા વિશે જાણીએ છીએ. ગઈકાલે રાત્રે કાર સ્ટંટ કરતી વખતે તેને ઈજા થઈ હતી. નાની સર્જરી બાદ તે 12 કલાકથી ઓછા સમયમાં સેટ પર પરત ફર્યો છે. સર, તમે અમારા બધા માટે એક પ્રેરણા છો.
View this post on Instagram
શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય પણ મળશે જોવા
તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ના સેટ પર ઈજા થઈ હતો. ડાયરેક્ટરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની એક નાની સર્જરી કરવામાં આવી હતી, જેના પછી તેમને રજા આપવામાં આવી હતી અને શૂટિંગ ફરી શરૂ થયું હતું. તેના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, રોહિત શેટ્ટીને ગઈકાલે રાત્રે તેની વેબ સિરીઝ માટે એક્શન સિક્વન્સ કરતી વખતે આંગળીમાં થોડી નાની ઈજા થઈ હતી. ઈજાની તાત્કાલિક સારવાર કરવામાં આવી અને શૂટિંગ ફરીથી શરૂ થયું. તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય જોવા મળશે.