AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush BO Collection : ‘આદિપુરુષ’ રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ જ શો કેન્સલ થવા લાગ્યા

Adipurush BO Collection Day 8:'આદિપુરુષ' સતત વિવાદોનો સામનો કરી રહી છે. ફિલ્મની ગતિ બોક્સ ઓફિસ પર પણ ધીમી પડી છે. ફિલ્મના નિર્માતાઓની આશા ઠગારી નીવડી છે.

Adipurush BO Collection :  'આદિપુરુષ' રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ જ શો કેન્સલ થવા લાગ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 9:33 AM
Share

Adipurush BO Collection: ‘આદિપુરુષ‘એ ઓપનિંગ દરમિયાન ઐતિહાસિક ડેબ્યૂ કરીને સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ પહેલા દિવસના જાદુ પછી આ ફિલ્મ ધીમી પડી ગઈ છે. ફિલ્મ દિવસે દિવસે કમાણીના સંદર્ભમાં નિર્માતાઓની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી હોય તેવું લાગી રહ્યું નથી. ઘટતી કમાણી સિવાય મેકર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો : આદિપુરુષ વિવાદ વચ્ચે પ્રભાસની એક ફેન ફિલ્મ જોવા માટે જાપાનથી સિંગાપોર પહોંચી, કરી આ માગ, જુઓ Video

‘આદિપુરુષ’એ અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, ‘આદિપુરુષ’ રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ જ તેના શો કેન્સલ થવા લાગ્યા છે. થિયેટર માલિકો હવે આ ફિલ્મના શોમાં ઘટાડો કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ રિલીઝના આઠમા દિવસે ‘આદિપુરુષ’એ અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. મેકર્સ અને સ્ટાર્સ હવે નિરાશ થતા જોવા મળી રહ્યા છે. વિવાદોની સીધી અસર ‘આદિપુરુષ’ના વ્યવસાય પર દેખાઈ રહી છે. લોકો હવે આ ફિલ્મ જોવા માટે થિયેટર તરફ જોતા પણ નથી.

આ પણ વાંચો : Dharmendra Photo: આલિયા ભટ્ટે ધર્મેન્દ્રને યાદ અપાવ્યા તેમની જવાનીના દિવસો, સુપરસ્ટારે શેર કર્યો ફોટો

રિપોર્ટ અનુસાર, ‘આદિપુરુષ’એ થિયેટરોમાં આઠમા દિવસે અંદાજે 3.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મનું હિન્દી કલેક્શન 125 કરોડ રૂપિયાની આસપાસ છે. શુક્રવારે કુલ હિન્દી ઓક્યુપન્સી 8.30%, તેલુગુ ઓક્યુપન્સી 16.31% અને તમિલ ઓક્યુપન્સી 23.81% અને કન્નડ 8.56% હતી.

શાહરૂખ ખાનની પઠાણ નંબર વન પર

આ ફિલ્મે ભારતમાં 263.15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ધ કેરલ સ્ટોરી પછી, આદિપુરુષ આ વર્ષે 200 કરોડની ક્લબમાં પ્રવેશ કરનારી ત્રીજી ફિલ્મ બની છે. બીજી તરફ શાહરૂખ ખાનની પઠાણ નંબર વન પર યથાવત છે. કેટલાક અહેવાલો કહે છે કે આઠ દિવસ પછી, આદિપુરુષનું નેટ વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. 378.01 કરોડ છે. પરંતુ ફિલ્મના પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝે દાવો કર્યો હતો કે ફિલ્મે ગુરુવાર સુધીમાં વિશ્વભરમાં 410 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આદિપુરુષ (Adipurush) વિવાદ વચ્ચે પ્રભાસની એક ફેન ફિલ્મ જોવા માટે જાપાનથી સિંગાપોર પહોંચી અને ફિલ્મ ‘આદિપુરુષ’ને જાપાનમાં રિલીઝ કરવાની માગ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">