Dharmendra Photo: આલિયા ભટ્ટે ધર્મેન્દ્રને યાદ અપાવ્યા તેમની જવાનીના દિવસો, સુપરસ્ટારે શેર કર્યો ફોટો

Dharmendra Share Photo: ધર્મેન્દ્રએ બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે આલિયા સાથે પ્રેમ વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે અને બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આલિયા અને ધર્મેન્દ્ર રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં સાથે કામ કરતા જોવા મળશે.

Dharmendra Photo: આલિયા ભટ્ટે ધર્મેન્દ્રને યાદ અપાવ્યા તેમની જવાનીના દિવસો, સુપરસ્ટારે શેર કર્યો ફોટો
Dharmendra - Alia BhattImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 9:52 PM

Dharmendra Share Photo With Alia Bhatt: બોલિવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર (Dharmendra) 87 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ એક્ટિવ છે અને તે ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી રહ્યા છે. એક્ટર એક મોટી મલ્ટીસ્ટારર ફિલ્મમાં જોવા મળશે. તે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં મહત્વનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા માટે તૈયાર છે. હાલમાં જ ધર્મેન્દ્રએ ફિલ્મમાં તેની સાથે કામ કરતી આલિયા ભટ્ટનો (Alia Bhatt) એક ફોટો શેર કર્યો છે . ધર્મેન્દ્રએ ફોટો સાથે કેપ્શન પણ લખ્યું છે. આ ફોટો ફિલ્મના શૂટિંગ સેટ દરમિયાનનો છે.

ફોટોમાં ધર્મેન્દ્ર મરૂન કલરના જેકેટમાં જોવા મળી રહ્યો છે. આ સાથે આલિયાની વાત કરીએ તો તે લીલા કલરના પ્રિન્ટેડ સૂટમાં જોવા મળી રહી છે. આલિયા ધર્મેન્દ્રને ફોટો આલ્બમમાં કંઈક બતાવતી જોવા મળે છે અને ધર્મેન્દ્ર પણ આલિયા માટે પ્રેમ કરતા જોવા મળે છે. ફોટાની સાથે ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું- મિત્રો, પ્રિય આલિયા મારા રોમેન્ટિક પાસ્ટની કેટલીક ઝલક બતાવી રહી છે. રોકી ઔર રાની કી પ્રેમ કહાની.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

(PC: Dharmendra Deol Instagram)

આલિયા અને ધર્મેન્દ્રની આ બોન્ડિંગને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ આ સુંદર તસવીર પર હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે અને ધરમ પાજીના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાલમાં જ દેઓલ પરિવારમાં એક ખાસ ફંકશન હતું. ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરણ દેઓલે દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા. લગ્ન અને રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

(PC: Dharmendra Deol Instagram)

આ પણ વાંચો : નીતા અંબાણીએ આ ગિફ્ટને સ્પર્શતા પહેલા કેમ ઉતાર્યા પોતાના સેન્ડલ, લોકોના દિલને સ્પર્શી ગયો આ VIDEO

ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની વાત કરીએ તો આ ફિલ્મથી કરણ જોહર નિર્દેશનના ક્ષેત્રમાં પરત ફરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ તેની એનાઉન્સમેન્ટ બાદથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં લાંબા સમય પછી જયા બચ્ચન પણ એક્ટિંગ કરતી જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આ સિવાય ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી, રોનિત રોય, શ્રદ્ધા આર્યા અને અર્જુન બિજલાની મહત્વના રોલમાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">