Prabhas Film Salaar : ‘સાલાર’ બોક્સ ઓફિસ પર ‘ડિંકી’ સાથે ટકરાશે, જોવાનું રહેશે કે કઈ ફિલ્મ તાબડતોડ કમાણી કરશે
Prabhas Film Salaar Release Date : પ્રભાસે તેની આગામી ફિલ્મ 'સલાર' ( Salaar)ની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ અગાઉ 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી.

સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સલાર’ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે.સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) ની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ની રિલીઝ ડેટ મોકૂફ થતાં ચાહકો નિરાશ થયા હતા. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. પરંતુ પ્રભાસે તેના ચાહકોને લાંબા સમય સુધી નિરાશ ન થવા દીધા અને ફિલ્મ ‘સલાર‘ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી. પ્રભાસ અને શ્રુતિ હાસનની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘સલાર’ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.
ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’ સાથે ટક્કર કરવા માટે તૈયાર છે. ફિલ્મ ‘ડિંકી’ પણ ક્રિસમસ પર રીલિઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો : એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈએ બોક્સ ઓફિસ પર મચાવ્યું હતુ તોફાન, હવે ત્રીજા ભાગમાં શું કરશે ભાઈજાન?
પ્રભાસની ફિલ્મ સાલાર અને શાહરુખ ખાનની ફિલ્મ ડંકી રિલીઝ સાથે થઈ રહી છે. ઈન્ડસ્ટ્રીમાં આ બંન્ને મોટી ફિલ્મની ટક્કર માનવામાં આવી રહી છે. સાથે એવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે. બંન્ને ફિલ્મોને મોટું નુકસાન પણ થઈ શકે છે. ત્યારે આવી જાણ હોવા છતા મેકર્સે બંન્નેની તારીખ કેમ સરખી રાખી છે. આ વાતને લઈને સૌ કોઈ પરેશાન છે.
Getting ready to witness the fireworks at the box office ✌️⭐#SalaarCeaseFire pic.twitter.com/qbNEn4RuE3
— Director Maruthi (@DirectorMaruthi) September 29, 2023
માર્કેટ બઝ અનુસાર, શાહરૂખ ખાન તેની ફિલ્મ રિલીઝને એવી રીતે રાખે છે કે આસપાસ કોઈ ક્લેશ ન થાય. સલાર અગાઉ 28મી સપ્ટેમ્બરે રિલીઝ તારીખ રાખી હતી. જ્યારે ફિલ્મ પોસ્ટપોન રાખવામાં આવી ત્યારે કોઈને અંદાજ ન હતો કે શાહરૂખની ફિલ્મ ડિંકી જે તારીખે રિલીઝ થઈ રહી છે તે જ તારીખે ફિલ્મ રિલીઝ થશે. આજે સત્તાવાર જાહેરાત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સાલાર 22મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
સાલાર અને ડંકી બંને ફિલ્મો જંગી કમાણી કરી શકે છે. જો એકસાથે રિલીઝ કરવામાં આવે તો બંનેને લગભગ 30 ટકા નુકસાન થશે.