AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ફોન ભૂત’નું પહેલું ગીત ‘કિન્ના સોના’ રિલીઝ, સ્ટાર્સની જોવા મળી શાનદાર કેમેસ્ટ્રી

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif), સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની (Ishaan Khattar) અપકમિંગ ફિલ્મ 'ફોન ભૂત'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. હવે મેકર્સે ફિલ્મનું પહેલું ગીત કિન્ના સોના રિલીઝ કર્યું છે.

'ફોન ભૂત'નું પહેલું ગીત 'કિન્ના સોના' રિલીઝ, સ્ટાર્સની જોવા મળી શાનદાર કેમેસ્ટ્રી
Phone Bhoot
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 5:40 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif), સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની (Ishaan Khattar) અપકમિંગ ફિલ્મ ‘ફોન ભૂત’નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને પણ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આવામાં, મેકર્સ દર્શકોનો ઉત્સાહ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે મેકર્સે ફિલ્મના પહેલા ગીતની જાહેરાત કરી હતી. આજે એ ગીત રિલીઝ થયું છે. મેકર્સ સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમનું નવું અને પહેલું ગીત ‘કિન્ના સોના’ શેયર કર્યું છે.

‘કિન્ના સોના’ ગીતની વાત કરીએ તો આ ગીતમાં કેટરિના કૈફનો રેડ હોટ લુક ખૂબ જ શાનદાર છે. ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા છે. ગીતની સ્ટોરીની વાત કરીએ તો એક જૂના મહેલમાં કેટરીના ઘણા ભૂત સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ શરૂઆતમાં તે કોઈપણ સહારા વિના સીડી પરથી કૂદતી જોવા મળે છે. આ જોઈને ઈશાન અને સિદ્ધાંતની ડરી જાય છે. પરંતુ એક્ટ્રેસની સુંદરતાની સામે તે તેમની આસપાસ બનતી વસ્તુઓને પણ નજરઅંદાજ કરતા જોવા મળે છે.

લગ્ન પછી કેટરિનાનું આ પહેલું પંજાબી ગીત હોવાનું માનવામાં આવે છે, સ્ક્રીન પર તેની હાજરી અને ‘કિન્ના સોના’માં તેના નવા લૂકથી ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે. હેલોવીન જેવી પાર્ટી સિક્વન્સમાં શૂટ કરવામાં આવેલ આ ગીતમાં ઈશાન અને સિદ્ધાંત સાથે કેટરિનાની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે. આ સિવાય ગીતમાં કેટરિનાનો સ્મોકિંગ હોટ અવતાર તમને દુનિયાના સૌથી સુંદર ભૂત પરથી નજર ન હટાવા માટે મજબૂર કરશે. ગીત ‘કિન્ના સોના’ તનિષ્ક બાગચી દ્વારા કંપોઝ અને લખવામાં આવ્યું છે, જે ઝહરા અને તનિષ્કે ગાયું છે અને ગણેશ હેગડે દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે કેટરીના કૈફ , સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન કોઈ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. ફિલ્મમાં કેટરિના કૈફ ભૂતનો રોલ કરી રહી છે. જ્યારે સિદ્ધાંત અને ઈશાન ભૂતને પકડે છે. આ બંનેમાં ભૂતને જોવાની અને સાંભળવાની શક્તિ છે. આ ફિલ્મ 4 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">