AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મ ‘ઉંચાઈ’માંથી સામે આવ્યું બોમન ઈરાનીનું પોસ્ટર, ફિલ્મમાં આ પ્રકારનું હશે પાત્ર

ઉંચાઈ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અનુપમ ખેર અને બોમન ઈરાની (Boman Irani) સિવાય સારિકા, નીના ગુપ્તા અને પરિણીતી ચોપરા, ડેની ડેન્જોંગપા અને નફીસા અલી સોઢી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ 'ઉંચાઈ'માંથી સામે આવ્યું બોમન ઈરાનીનું પોસ્ટર, ફિલ્મમાં આ પ્રકારનું હશે પાત્ર
Boman IraniImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 4:49 PM
Share

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અનુપમ ખેર અને બોમન ઈરાની (Boman Irani) સ્ટારર ફિલ્મ ઉંચાઈ સતત ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં પણ ઉત્સાહ છે. મેકર્સ પણ લોકોના એક્સાઈટમેન્ટને જાળવી રાખવા માટે એક પછી એક પોસ્ટર રિલીઝ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર બાદ હવે બોમન ઈરાનીનો લૂક પોસ્ટર શેયર કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બોમન ઈરાનીનું પોસ્ટર શેયર કરવા માટે મેકર્સે તેના ખાસ મિત્ર અને પ્રસિદ્ધ નિર્દેશક રાજકુમાર હિરાનીની પસંદગી કરી, તેને બોમનનો લૂક પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે. હાલમાં જ ફેમસ એક્ટર ધર્મેન્દ્રએ ‘ઉંચાઈ’ના પોસ્ટર લોન્ચ પહેલા તેમના નજીકના મિત્ર અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી હતી. બીજા દિવસે અનુપમ ખેરનું પોસ્ટર શેયર કરતી વખતે અનીસ કપૂરે તેમના માટે પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો હતો.

View this post on Instagram

A post shared by Boman Irani (@boman_irani)

તમને જણાવી દઈએ કે ‘ઉંચાઈ’ના આ પોસ્ટરમાં બોમન ઈરાનીના બે અવતાર જોવા મળી રહ્યા છે. એક તરફ તો તે બજારો અને ખાવા-પીવાંની ગાડીઓમાં આગળ દેખાય છે અને બીજી તરફ તે આઘાત અને આશ્ચર્ય સાથે બરફના પહાડોને જોતો જોવા મળે છે. તેના ચહેરા પર બધે જ બરફ દેખાય છે. પોસ્ટરમાં બોમન ઈરાનીનો આ લુક તેના સામાન્ય વ્યક્તિત્વથી ઘણો અલગ છે. તેથી ‘ઊંચાઈ’ની યાત્રા કેવી હશે, આ સવાલ દરેકના મનમાં આવે છે.

તમને જણાવી દઈએ કે આવા જ પોસ્ટર અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરના પણ હતા. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ ‘ઉંચાઈ’ રાજશ્રી પ્રોડક્શન માટે માઈલસ્ટોન સાબિત થશે. આ ફિલ્મમાં દિગ્ગજ કલાકારો સિવાય સારિકા, નીના ગુપ્તા અને પરિણીતી ચોપરા દ્વારા અભિનીત, ઉંચાઈમાં ડેની ડેન્જોંગપા અને નફીસા અલી સોઢી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, હાલમાં જ રાજશ્રી પ્રોડક્શને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 75 વર્ષ પૂરા કર્યા છે. મહત્વાકાંક્ષા અને નવી શોધની થીમ પર આધારિત આ ફિલ્મ ઊંચાઈ 11.11.22 ના રોજ દેશભરમાં રિલીઝ થશે.

g clip-path="url(#clip0_868_265)">