AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Raghav Wedding: ઉદયપુરમાં આજથી શરૂ થશે લગ્નની વિધિ, ચુડા સેરેમનીથી લઈને ફેરા સુધી, જાણો દરેક ફંક્શનની જાણકારી

Parineeti Raghav Wedding: પરિણીતી-રાઘવના લગ્નની તારીખ 24 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી છે. પરંતુ લગ્ન પહેલાના તમામ ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવી દિલ્હીમાં અરદાસ અને કીર્તન જેવી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત સુફી નાઈટનું પણ રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું.

Parineeti Raghav Wedding: ઉદયપુરમાં આજથી શરૂ થશે લગ્નની વિધિ, ચુડા સેરેમનીથી લઈને ફેરા સુધી, જાણો દરેક ફંક્શનની જાણકારી
Parineeti Raghav Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 7:13 AM
Share

Parineeti Raghav Wedding: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક ભવ્ય લગ્ન થવા જઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરાની બહેન પરિણીતી ચોપરા (parineeti chopra) લગ્ન માટે તૈયાર છે. આ કપલ રાજસ્થાનના ઉદયપુર પહોંચ્યું છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કપલ વર્ષ 2023માં આઈપીએલ મેચ દરમિયાન જોવા મળ્યું હતું. આ પછી તેમના અફેરની ચર્ચાઓ થવા લાગી. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 13 મેના રોજ સગાઈ કરી હતી. હવે યુગલના લગ્નનો સમય આવી ગયો છે.

કયા કાર્યક્રમો યોજાશે?

પરિણીતી-રાઘવના લગ્નની તારીખ 24 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી છે. પરંતુ લગ્ન પહેલાના તમામ ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવી દિલ્હીમાં અરદાસ અને કીર્તન જેવી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત સુફી નાઈટનું પણ રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય બંને પરિવારો વચ્ચે ક્રિકેટ મેચ પણ રમાશે તેવા અહેવાલો છે.

રાઘવ ચઢ્ઢાનો સહરાબંધી સમારોહ 24મીએ બપોરે 1 વાગ્યાથી યોજાશે. રાઘવ ચઢ્ઢા બોટ દ્વારા લગ્ન સ્થળે પહોંચશે. બપોરે 3:30 કલાકે જયમાલા વિધિ થશે. આ પછી 4 વાગ્યાની આસપાસ ફેરા ફરવામાં આવશે. સાંજે 6:30 કલાકે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી રાત્રે 8 વાગ્યા પછી ભવ્ય રિસેપ્શન શરૂ થશે, જેની થીમ અ નાઈટ ઓફ અમોર રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Nazar Na Lage Song Lyrics : બીગબોસ ઓટીટી 2ની કન્ટેસ્ટંટ મનીષા રાનીના નવા સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video

જાણો વેન્યુની તમામ જાણકારી

જો રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી રાઘવના લગ્નના બંને ફંક્શનનું આયોજન રાજસ્થાનના ઉદયપુરના ધ લીલા પેલેસ અને ધ તાજ લેક પેલેસમાં કરવામાં આવશે. આ એક ભવ્ય સ્થળ છે અને ખૂબ ખર્ચાળ પણ છે. પરિણીતી-રાઘવના લગ્ન પ્રસંગે આ સ્થળને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

લગ્નની થીમ શું હશે અને આઉટફિટ કેવો હશે?

થીમ વિશે વાત કરીએ તો તેને ડિવાઈન પ્રોમિસ – અ પર્લ વ્હાઈટ ઇન્ડિયન વેડિંગ તરીકે રાખવામાં આવ્યું છે. સજાવટમાં સફેદ રંગનો વધુ ઉપયોગ થશે. આઉટફિટ્સ વિશે વાત કરીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સફેદ રંગના આઉટફિટ્સમાં જોવા મળશે જે મનીષ મલ્હોત્રા અને પવન સચદેવ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.

મેનુમાં શું હશે?

લગ્ન સ્થળ વિશે વાત કરીએ તો પરિવાર પંજાબી બેકગ્રાઉન્ડ ધરાવતો હોવાથી પંજાબી વાનગીઓ પીરસવામાં આવશે. આ ઉપરાંત મહેમાનોની પસંદગીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને રાજસ્થાની વાનગીઓનો પણ ભોજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કોણ કોણ આવશે?

પરિણીતી ચોપરા ગ્લેમર વર્લ્ડમાંથી આવે છે અને તેનું બેકગ્રાઉન્ડ ફિલ્મી છે. તેની બહેન પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય સ્ટાર છે. બીજી તરફ, રાઘવ ચઢ્ઢા એક જાણીતા યુવા રાજકારણી છે. આવી સ્થિતિમાં ફિલ્મ અને રાજકીય જગત સાથે જોડાયેલી અનેક જાણીતી હસ્તીઓ ભાગ લે તેવી શક્યતા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">