O Piya Song: રાઘવ ચઢ્ઢા માટે પરિણીતી ચોપરાએ ગાયું ખાસ ગીત, જુઓ Video
Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા (Parineeti Chopra) એક એક્ટ્રેસ હોવા ઉપરાંત એક સારી સિંગર પણ છે. દરેક વ્યક્તિ આ જાણે છે. હવે પરિણીતી ચોપરાએ તેના લગ્ન પ્રસંગે એક ગીત ગાયું છે. ખાસ વાત એ છે કે આ ગીત તેણે તેના પતિ રાઘવ ચઢ્ઢા માટે ગાયું છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં વરમાળા સેરેમની દરમિયાન આ ખાસ ગીત બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે પ્લે કરવામાં આવ્યું છે. આ ગીત હવે દરેકને સાંભળવા માટે યૂટ્યૂબ પર પણ ઉપલબ્ધ છે.

Parineeti Raghav Wedding: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha) રવિવારે ઉદયપુરના ધ લીલા પેલેસમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. તેમના લગ્નમાં ફેમિલિ મેમ્બર્સ સિવાય બોલિવુડ અને રાજકારણની કેટલીક ખાસ હસ્તીઓએ હાજરી આપી હતી. હવે પરિણીતીના અવાજમાં ગવાયેલું એક ગીત સામે આવ્યું છે. આ ગીતના બોલ ઓ પિયા છે. પરિણીતીએ આ ગીત રાઘવ ચઢ્ઢા માટે ગાયું છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ખૂબ જ ખાસ હતા. આ કપલે 25 સપ્ટેમ્બરના રોજ તેમના લગ્નની તસવીરો શેર કરી છે, ત્યારે હવે લગ્ન સાથે જોડાયેલી બીજી ઘણી વાતો સામે આવી રહી છે. તેમના લગ્નના ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં પરિણીતીનું રોમેન્ટિક ગીત વાયરલ થઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ પરિણીતીએ આ ગીત એક ખાસ લગ્ન માટે રેકોર્ડ કર્યું છે.
ગીત દ્વારા પરિણીતીએ વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ
‘ઓ પિયા’ ગીતને સની એમઆર અને હરજોત કૌરની સાથે ગૌરવ દત્તાએ લખ્યું હતું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં વરમાળા સેરેમની દરમિયાન આ ખાસ ગીત બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે પ્લે કરવામાં આવ્યું છે. આ ગીત હવે દરેકને સાંભળવા માટે યૂટ્યૂબ પર પણ ઉપલબ્ધ છે.
અહીં જુઓ વીડિયો
કપલની રિસેપ્શન પાર્ટી
રિપોર્ટ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં રિસેપ્શન પાર્ટી આપશે. થોડા દિવસો પહેલા એક ઓનલાઈન ઈન્વિટેશન સામે આવ્યું હતું. તેમાં 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં રિસેપ્શન પાર્ટીની વાત કરવામાં આવી હતી. આ સાથે કહેવામાં આવ્યું છે કે 4 ઓક્ટોબરે મુંબઈમાં રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવશે.
કિયારાએ પણ લગ્નમાં આપ્યો હતો આ મ્યુઝિકલ ટચ
આ પહેલા કિયારા અડવાણીએ પણ પોતાના લગ્નમાં ફિલ્મ ‘શેરશાહ’ના ગીત ‘રાંઝા’માં ફેરફાર કરીને ઉપયોગ કર્યો હતો.