ભારતીય ફિલ્મ RRR ના ગીત “નાટુ નાટુ” એ ઓસ્કાર જીતીને બધાના દિલ ખુશ કરી દીધા છે. ફિલ્મના સંગીતકાર એમએમ કીરવાણી માટે ઓસ્કાર ટ્રોફી મેળવવી એ એક સપનું હતું. જો કે એમએમ કીરવાણીને ખાતરી હતી કે આ વખતે ભારતને ઓસ્કાર મળશે જ. જ્યારે મ્યુઝિક કંપોઝરે ટ્રોફી હાથમાં લીધી ત્યારે તેણે પોતાના વક્તવ્યથી બધાને પ્રભાવિત કર્યા.
આ પણ વાંચો : Oscar Award મળ્યા બાદ RRRના સોન્ગ પર ઝૂમી ઉઠી દુનિયા, કોરિયન એમ્બેસીના સભ્યો ફરી ‘નાટુ નાટુ’ પર નાચ્યા
95મા એકેડેમી પુરસ્કાર પૂરા થયા પછી પણ એમએમ કીરવાણીનું ભાષણ ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. તાજેતરમાં સાઉથના દિગ્ગજ કલાકાર રામ ચરણે ખુલાસો કર્યો હતો કે એસએસ રાજામૌલી તેમના દરેક કાર્ય વિશે એટલા પરફેક્શનિસ્ટ છે કે તેમણે કીરવાણી સાથે ઘણી વખત તેમના ઓસ્કાર સ્પીચનું રિહર્સલ કર્યું હતું. હકીકતમાં રામ ચરણે તાજેતરમાં એક ખાનગી ચેનલને માહિતી આપી હતી. જ્યાં તેણે પોતાની ફિલ્મના નિર્દેશક અને સંગીતકારની મહેનતનો ઉલ્લેખ કર્યો હતો.
View this post on Instagram
રામ ચરણે નાટુ-નાટુ બનાવવાના રાજામૌલીના રિહર્સલને યાદ કરીને તેને એક સુંદર ગણાવ્યું હતું. તેણે કહ્યું, તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ મેં મારા સંગીતકારનું ભાષણ સાંભળ્યું. ઓસ્કાર માટે માત્ર 45 સેકન્ડ હોય છે. જે પછી માઈક બંધ થઈ જાય છે. મારા દિગ્દર્શક એટલા ખાસ છે કે તેમણે મારા સંગીત કંજોરમાંથી 15 થી 20 વખત મારા ઓસ્કાર સ્પીચનું રિહર્સલ કર્યું. જેથી તે 45 સેકન્ડમાં પૂર્ણ થાય.
બેસ્ટ ઓરિઝિનલ ગીત માટે ઓસ્કાર જીત્યા પછી જ્યારે એમએમ કીરવાણી ગીતકાર ચંદ્રબોઝ સાથે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેણે ધ કાર્પેન્ટર્સના ગીત “ટોપ ઓફ ધ વર્લ્ડ”નું પોતાનું વર્ઝન ગાયું. તેણે તેના વર્ઝન દ્વારા તેના હૃદયની દરેક વાત કહી. તેમની સ્ટાઈલ ત્યાં હાજર દરેક વ્યક્તિએ પસંદ કરી હતી.