Nikamma Trailer: ‘સુપરવુમન’ અને મંજુલિકા બનીને જોવા મળશે શિલ્પા શેટ્ટી, શર્લીની ક્યૂટનેસથી ચાહકો થયા દિવાના

શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાનીની ફિલ્મ નિકમ્માનું ટ્રેલર (Nikamma Trailer) રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મનોરંજનથી ભરપૂર છે. ટ્રેલર જોયા બાદ ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 17 જૂને સિનેમાઘરોમાં રીલિઝ થશે.

Nikamma Trailer: 'સુપરવુમન' અને મંજુલિકા બનીને જોવા મળશે શિલ્પા શેટ્ટી, શર્લીની ક્યૂટનેસથી ચાહકો થયા દિવાના
Shilpa ShettyImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 4:23 PM

Nikamma Trailer: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) છેલ્લા કેટલાક સમયથી તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘નિકમ્મા’ને (Nikamma) લઈને ચર્ચામાં છે. ચાહકો પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ હવે આ ફિલ્મ નિકમ્મા ટ્રેલર રિલીઝ લોન્ચ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર મનોરંજનથી ભરપૂર છે. લગભગ 30 વર્ષના કરિયરમાં પહેલીવાર શિલ્પા શેટ્ટી સુપરવુમનના અવતારમાં જોવા મળી છે.

શિલ્પા શેટ્ટીની ‘નિકમ્મા’નું ટ્રેલર રિલીઝ

શિલ્પા ઉપરાંત ‘નિકમ્મા’માં ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાની અને શર્લી પણ મુખ્ય ભૂમિકામાં છે. જ્યાં એક તરફ અભિમન્યુ દસાનીની એક્ટિંગે સૌના દિલ જીતી લીધા છે. બીજી તરફ શર્લીની ક્યુટનેસ જોઈને ફેન્સ તેના દિવાના બની ગયા છે. શિલ્પા શેટ્ટી ફિલ્મમાં અવનીના રોલમાં જોવા મળી રહી છે. જે સુપરવુમન બનીને હીરોની વાટ લગાવા આવી છે. શિલ્પાનો બોસ લેડી સ્વેગ ખૂબ જ પાવરફુલ છે.

સોશિયલ મીડિયા પર છવાયો અભિમન્યુ

ટ્રેલરમાં અભિમન્યુ એક નિકમ્મે એક્શન હીરો બનીને પોતાના પરિવારને બચાવતો જોવા મળ્યો હતો. જ્યારથી શિલ્પાની નિકમ્માની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ સુપરવુમન આધારિત ફિલ્મ હશે. પરંતુ ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ખરેખર કોઈ સુપરવુમન ફિલ્મ નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ફિલ્મ ‘સુપરવુમન’ પર આધારિત નથી

ટ્રેલરમાં શિલ્પાની એન્ટ્રી ચોક્કસપણે સુપરવુમન કોસ્ચ્યુમમાં થાય છે, પરંતુ વાર્તા બિલકુલ એવી નથી. ટ્રેલરમાં તે અભિમન્યુને હૂક કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં અભિમન્યુ તેને એક સુંદર વિલન પણ કહે છે, પરંતુ ત્યારબાદ સુપર વિલન અભિમન્યુની ફિલ્મમાં એન્ટ્રી થાય છે, ત્યારબાદ તે શિલ્પા શેટ્ટીને વિલનથી બચાવતો પણ જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.

શિલ્પા સિવાય આ કલાકારો લીડ રોલમાં જોવા મળશે

આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા, અભિમન્યુ દસાની, સમીર સોની, શર્લી સેટિયા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સબ્બીર ખાને કર્યું છે. નિકમ્મા 17 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, કોરોના લોકડાઉનને કારણે આ ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો હતો, આવી સ્થિતિમાં શિલ્પાએ હંગામા 2 સાથે કમબેક કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">