AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સુનિલ શેટ્ટી દ્વારા નવા સ્ટાર્ટઅપનો આરંભ, ‘કલ કે કરોડપતિ’ની થઈ શરુઆત

ભારતની સતત વૃદ્ધિ પામી રહેલી વધતી જતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપતાં સ્ટાર્ટઅપ્સને મહત્વનું પ્લેટફોર્મ પ્રદાન કરતી પહેલ ‘કલ કે કરોડપતિ (KKK)’નું અમદાવાદમાં મંગળવારે જાણીતા અભિનેતા અને ઉદ્યોગ સાહસિક સુનિલ શેટ્ટી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં સુનિલ શેટ્ટી દ્વારા નવા સ્ટાર્ટઅપનો આરંભ, 'કલ કે કરોડપતિ'ની થઈ શરુઆત
Suniel Shetty Kal Ke Krorepati
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2024 | 7:34 PM
Share

આ પહેલની શરૂઆત -ગુજરાત ચેપ્ટરથી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં શરૂ કરવામાં આવશે. ‘કલ કે કરોડપતિ’ એ સ્ટાર્ટઅપ્સ, વીસી ફંડ્સ અને રોકાણકારોનું અનેરૂ જોડાણ રજૂ કરે છે. જે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વ્યાપક અભિગમ અપનાવી ફંડ ઊભુ કરવાના પ્રયાસોને સફળ બનાવે છે. પ્રથમ ચેપ્ટરની શરૂઆત ખાસ કરીને ગુજરાતના વાઈબ્રન્ટ લેન્ડસ્કેપમાં સ્ટાર્ટઅપ્સ અને મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને સહાય કરતું નવુ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

આ પહેલમાં ગુજરાતભરમાંથી 500 સ્ટાર્ટઅપ્સને તેમના બિઝનેસ પ્રસ્તાવો અને ખ્યાલો રજૂ કરવા આમંત્રિત કર્યા હતાં. જેમાંથી વિવિધ ઉદ્યોગોમાં ઈનોવેટિવ સોલ્યુશન્સ પ્રદાન કરતાં 27 આશાસ્પદ સાહસોની પસંદગી કરવામાં આવી છે.

પસંદગી પામેલા સ્ટાર્ટઅપને નવ વેન્ચર કેપિટલ ફંડ્સ અને રોકાણકારોની પેનલ સમક્ષ સંક્ષિપ્ત 3-મિનિટની લાઈવ સ્પિચ દ્વારા તેમના વેન્ચરની વૃદ્ધિ ક્ષમતા અને યુનિક મોડલને રજૂ કરવાની તક આપવામાં આવી હતી. કલ કે કરોડપતિની પ્રથમ સિઝનમાં આ સ્ટાર્ટઅપ્સ રોકાણકારો પાસેથી 15 કરોડના EOI પ્રાપ્ત કરી ચૂક્યા છે. જે અગ્રણી રોકાણ સંસ્થાઓ માટે ગુજરાતના ઈનોવેટિવ પ્રયાસોના આકર્ષણને રેખાંકિત કરે છે.

વેન્ચર બિલ્ડરના આંત્રપ્રિન્યોર મિલાપસિંહ જાડેજાએ કોન્સેપ્ટ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “કલ કે કરોડપતિ ગુજરાતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને ભારતના વિશાળ ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમને આશા છે કે, આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમજ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્વની ભૂમિકા ભજવશે.”

કાર્યક્રમમાં હાજર રહ્યા બોલિવુડના જાણીતા અભિનેતા સુનિલ શેટ્ટી

બોલિવુડના જાણીતા અભિનેતા, ઉદ્યોગ સાહસિક અને રોકાણકાર સુનિલ શેટ્ટીની ઉપસ્થિતિમાં કલ કે કરોડપતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમણે નવા વિચારોને અમલમાં મૂકવા અને આર્થિક વિકાસ માટે અનુકૂળ સહયોગી સમુદાયને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

શેટ્ટીએ જણાવ્યું હતું કે, “કલ કે કરોડપતિ સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોની સમૃદ્ધ ઈકોસિસ્ટમ કેળવવા માટે પ્રશંસનીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે, જેના મારફત આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. જેમાંના ઘણા નવા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસો આગામી વર્ષોમાં આર્થિક વૃદ્ધિ માટે નોંધપાત્ર સફળતાનો માર્ગ તૈયાર કરશે, પરિણામે રોજગારની વિશાળ તકોનું સર્જન થશે.”

કલ કે કરોડપતિ પહેલ ટેક્નોલોજી, શિક્ષણ, ટ્રાવેલ, હેલ્થકેર અને હોસ્પિટાલિટી સહિત વિવિધ ક્ષેત્રે નવી તકોનું સર્જન ઉપરાંત રોકાણોની સુવિધા પ્રદાન કરતાં આર્થિક વૃદ્ધિમાં ફાળો આપવા માટે તૈયાર છે. આઈરોલર મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ પટેલ તથા શોના એસોસિએટ પ્રોડ્યુસર અલ્કા ગોર જણાવ્યું હતું કે, “અમે એક શુભ શરૂઆત કરી છે, અને અમને વિશ્વાસ છે કે કલ કે કરોડપતિ ગુજરાત અને ભારતમાં સ્ટાર્ટઅપ્સની સફળતાને પ્રદર્શિત કરવા એક યુનિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવશે.”

આ પણ વાંચો: પ્રેગ્નેન્ટ છે દીપિકા પાદુકોણ? એક્ટ્રેસના ફોટોને લઈને થઈ ચર્ચા, રણવીર સિંહના ઘરમાં ગુંજશે કિલકારી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">