Movies On Kargil : શેરશાહથી લઈને ગુંજન સક્સેના સુધી, કારગિલ યુદ્ધના વીરોની ગૌરવગાથા દર્શાવે છે બોલિવૂડની આ ફિલ્મો
26 જુલાઈ 1999ના રોજ ભારતે પાકિસ્તાનને હરાવીને કારગીલ યુદ્ધ (Kargil Diwas) જીત્યું હતું. આ યુદ્ધની પ્રેરણા લઈને બોલિવૂડમાં શોર્યની ગાથા દર્શાવતી ઘણી ફિલ્મો બની છે.
આજે કારગીલ વિજય દિવસ (Kargil Diwas) છે. વર્ષ 1999માં પાકિસ્તાન સાથે બે મહિના સુધી ચાલેલી ભયાનક લડાઈમાં ભારતીય જવાનોએ (Kargil Heroes) પોતાની બહાદુરી બતાવીને પાકિસ્તાની સૈનિકોના દાંત ખાડા કરી દીધા હતા. જે બાદ 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે એટલે કે મંગળવારે કારગિલ યુદ્ધના 23 વર્ષ પૂરા થયા છે. દેશના બહાદુર સપૂતોએ દુશ્મનોને જબરદસ્ત હરાવ્યા હતા. બોલિવૂડની વાત કરીએ તો અહીં પણ કારગિલની કહાનીને મોટા પડદા પર બહાદુરીની ગાથા સાથે બતાવવામાં આવી છે. આજે વિજય દિવસના અવસર પર તમને કારગિલ યુદ્ધ પર બનેલી ફિલ્મો વિશે જણાવીશું.
લક્ષ્ય
ઋતિક રોશનની ફિલ્મ લક્ષ્યની વાર્તા કાલ્પનિક હતી, પરંતુ કહેવાય છે કે આ ફિલ્મ કારગિલ યુદ્ધથી જ પ્રેરિત હતી. 2004માં આવેલી આ ફિલ્મને ફરહાન અખ્તરે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા પણ હતા. લક્ષ્ય એક બગડેલા છોકરાની વાર્તા બતાવે છે જે સુધકર પછી સૈનામાં ભરતી થાય છે અને કારગિલ જીતવાનો ટાર્ગેટ રાખે છે.
એલઓસી- કારગિલ
જેપી દત્તાની ફિલ્મ એલઓસી – કારગિલ ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની વાર્તાઓ પડદા પર બતાવવામાં આવી છે. આ ફિલ્મ મલ્ટિસ્ટારર હતી. તેમાં અજય દેવગન, અરમાન કોહલી, સંજય દત્ત, નાગાર્જુન, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી, અભિષેક બચ્ચન, મોહનીશ બહલ, અક્ષય ખન્ના, મનોજ બાજપેયી, આશુતોષ રાણા, રાની મુખર્જી, કરીના કપૂર, ઈશા દેઓલ અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.
શેરશાહ
બોલિવૂડ નિર્દેશક કરણ જોહરની ફિલ્મ શેરશાહમાં કેપ્ટન વિક્રમ બત્રાની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં કેપ્ટન બત્રાની બાળપણથી લઈને કારગિલ યુદ્ધમાં શહીદ થવા સુધીની આખી વાર્તા બતાવવામાં આવી છે. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં કિયારા અડવાના પણ હતી.
ટેંગો ચાર્લી
મણિ શંકરની ફિલ્મ ટેંગો ચાર્લી પણ આ યુદ્ધથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં બોબી દેઓલ, અજય દેવગન અને સંજય દત્ત લીડ રોલમાં હતા. આ ફિલ્મ 25 માર્ચ 2005ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ
આ ફિલ્મ દેશની પહેલી મહિલા પાયલોટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે. ગુંજન સક્સેના ભારતીય બહાદુર જવાનો સાથે મેદાનમાં ઉતરી હતી. આ ફિલ્મમાં ગુંજન સક્સેનાનું પાત્ર જ્હાનવી કપૂરે ભજવ્યું હતું. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી તેના પિતાના રોલમાં હતા.
ધૂપ
કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના જીવન સંઘર્ષ પર બનેલી ફિલ્મ ‘ધૂપ’ પણ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ યુદ્ધમાં મૃત્યુ પામેલા કેપ્ટનની વાર્તાનું વર્ણન કરે છે. આ ફિલ્મમાં સંજય કપૂર, ગુલ પનાગ, ઓમ પુરી અને રેવતી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.