Happy Birthday Babul Supriyo: ‘હટા સાવન કી ઘાટા’ થી ‘હમ તુમ’ સુધી બાબુલ સુપ્રિયોના આ ગીત રહ્યા છે હિટ

બાબુલ સુપ્રિયોએ હિન્દી સિનેમામાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ તેમના ગીતો પસંદ કરવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે બાબુલ સુપ્રિયો માત્ર એક સિંગર જ નથી પરંતુ એક્ટર અને પોલિટિશિયન પણ છે.

Happy Birthday Babul Supriyo: 'હટા સાવન કી ઘાટા' થી 'હમ તુમ' સુધી બાબુલ સુપ્રિયોના આ ગીત રહ્યા છે હિટ
babul supriyo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:23 AM

બાબુલ સુપ્રિયો (Babul Supriyo) પ્લેબેક સિંગર, લાઇવ પરફોર્મર, ટેલિવિઝન હોસ્ટ, અભિનેતા અને રાજકારણી છે. બાબુલે 90ના દાયકામાં પ્લેબેક સિંગર તરીકે હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. બાબુલે હિન્દી ઉપરાંત બંગાળી અને ઉડિયા ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. આ સિવાય બાબુલોને 11 અલગ-અલગ ભાષાઓમાં ગીતો ગાયા છે.

બાબુલે વર્ષ 2014માં ફરી રાજકારણમાં ભાગ લીધો અને પીએમ નરેન્દ્ર મોદીની સરકારમાં જોડાયા હતા. તેઓ અગાઉ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય અને ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ પછી બાબુલ સુપ્રિયોએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી અને વર્ષ 2021માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. આજે બાબુલ સુપ્રિયોના જન્મદિવસ જોઈએ તેના ક્યાં ગીતો સુપરહિટ સાબિત થયા છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

દિલ ને દિલ કો પુકારા (કહો ના પ્યાર હૈ ) હૃતિક રોશનની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈનું દિલ ને દિલ કો પુકારા બાબુલ સુપ્રિયોએ ગાયું છે. આ ગીતમાં બાબુલ સુપ્રિયોના અવાજે હૃતિકના જબરદસ્ત ડાન્સ સાથે કમાલ કરી હતી. આજે પણ આ ગીત ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

હટા સાવન કી ઘાટ (હેલો બ્રધર ) સલમાન ખાન અને અરબાઝ ખાનની હિટ ફિલ્મ હેલો બ્રધરના આ ગીત હટા સાવન કી ઘટાએ તેના સમયમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. બાબુલ સુપ્રિયોએ ગાયેલું આ ગીતમાં સલમાન સાથે રાની મુખર્જીની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

ખોયા-ખોયા ચાંદ (ખોયા-ખોયા ચાંદ) ખોયા-ખોયા ચાંદ આલ્બમ વર્ષ 2001માં રિલીઝ થયું હતું. આમાં અલકા યાજ્ઞિકે બાબુલ સુપ્રિયો સાથે ગીત ગાયું હતું. આજે પણ આ ગીત સાંભળીને સૂકુન મળે છે.

આતી હૈ તો ચલ (સાથ રંગ કે સપને ) ફિલ્મ સાથ રંગ કે સપને મેં આતી હૈ તો ચલ ગીત અલકા યાજ્ઞિક સાથે બાબુલ સુપ્રિયોએ ગાયું છે. આ ગીતમાં જુહી ચાવલા અને અરવિંદ સ્વામી રોમાન્સ કરતા જોવા મળ્યા હતા, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

હમ તુમ (હમ તુમ ) વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ હમ તુમનું ટાઈટલ ગીત આજે પણ ટોચના રોમેન્ટિક ગીતો પૈકી એક છે. આ ગીતમાં રાની મુખર્જી અને સૈફ અલી ખાનની રોમેન્ટિક કેમિસ્ટ્રીને બાબુલ સુપ્રિયો અને અલકા યાજ્ઞિકે વધુ મજેદાર બનાવી હતી.

આ પણ વાંચો : Omicron variant : ‘અત્યાર સુધીમાં 77 દેશોમાંથી ઓમિક્રોનની થઇ એન્ટ્રી, મોટાભાગના દેશોમાં નવા વેરિઅન્ટના કેસ, WHOએ વ્યક્ત કરી આશંકા

આ પણ વાંચો : આજથી, યુપીના ચિત્રકૂટમાં ‘હિન્દુ એકતા મહાકુંભ’, સંઘના વડા મોહન ભાગવત મુખ્ય અતિથિ હશે, જાણો તેનો હેતુ શું છે

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">