રિલીઝ થયું ‘થેંક ગોડ’નું ગીત ‘માનિકે’, ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળ્યા નોરા અને સિદ્ધાર્થ
સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને નોરા ફતેહી (Nora Fatehi) પર બનેલું ગીત 'માનિકે માગે હિથે' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી લાગી રહી છે. આ ગીતમાં નોરા ફતેહી ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે, જ્યારે સિદ્ધાર્થ એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ લીડ રોલમાં જોવા મળશે. 'થેંક ગોડ'નું નિર્દેશન ઈન્દ્ર કુમાર કરી રહ્યા છે.
અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની (Sidharth Malhotra) અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’નું ગીત ‘માનિકે માગે હિતે’ રિલીઝ થઈ ગયું છે. લોકો ઘણા સમયથી આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. આખરે ફેન્સની રાહનો અંત આવ્યો. આ ગીતમાં નોરા ફતેહી (Nora Fatehi) પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. આ ગીતના રિલીઝ વિશેની જાણકારી આગલા દિવસે જ આપવામાં આવી હતી. આ ગીતનું ટીઝર ગીતના રિલીઝ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો.
‘માનિકે માગે હિતે’ ગીત થયું રિલીઝ
આ ગીતમાં ફરી એકવાર નોરા ફતેહી પોતાની સ્ટાઈલમાં જાદુ ફેલાવતી જોવા મળી રહી છે. આ ગીતમાં સિદ્ધાર્થ અને નોરાની જોડી ખૂબ જ સારી લાગી રહી છે. આ ગીતમાં નોરા ફતેહી ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે, જ્યારે સિદ્ધાર્થ એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. કેટલાક અલગ-અલગ ગેટઅપમાં બંને કલાકારો જોવા મળ્યા હતા. પરંતુ ગીતની શરૂઆત પહેલા અજય દેવગન પણ જોવા મળે છે અને ગીતની વચ્ચે તે હાથમાં કેટલાક બોલ સાથે જોવા મળે છે.
અહીં જુઓ આ લેટેસ્ટ ગીત
નોરા સાથે લડતો જોવા મળ્યો સિદ્ધાર્થ
ગીતની શરૂઆતમાં અજય દેવગનનો અવાજ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેઓ કહે છે કે વાસના અને કામના એવી વીકનેસ છે જે ફક્ત તમારામાં જ નથી પરંતુ દરેક પુરુષમાં છે અને તમારે તેના પર કંટ્રોલ રાખવું પડશે. તે પોતાના હાથથી જાદુ કરતો જોવા મળે છે. એવું લાગે છે કે આ ફિલ્મમાં તે જાદુગરના રોલમાં જોવા મળશે. આ ગીત શ્રીલંકાની સિંગિંગ સેન્સેશન યોહાનીએ ગાયું છે. આ પહેલીવાર છે જ્યારે યોહાનીએ હિન્દીમાં પોતાનું ગીત ગાયું છે. પરંતુ આ ગીતમાં તેના ઓરિજિનલ લિરિક્સ પણ રાખવામાં આવ્યા છે.
યોહાનીએ ગાયું છે આ ગીત
યોહાનીનું આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. આ ગીત પછી લોકો તેને ઓળખવા લાગ્યા. ખૂબ જ નાની ઉંમરમાં પ્રસિદ્ધિની ઊંચાઈઓને સ્પર્શનાર યોહાની ધીમે ધીમે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી રહી છે. તે ‘બિગ બોસ 14’માં સલમાન ખાન સાથે સ્ટેજ પર જોવા મળી હતી. આ દરમિયાન યોહાનીએ પણ આ ગીત પર પરર્ફોમ કર્યું હતું. તેમજ સલમાન ખાનને પણ યોહાનીએ આ ગીત ગાવાનું શીખવ્યું હતું.
રકુલ પ્રીત સિંહ પણ ફિલ્મમાં મળશે જોવા
અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેંક ગોડ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ લીડ રોલમાં જોવા મળશે. ‘થેંક ગોડ’નું નિર્દેશન ઈન્દ્ર કુમાર કરી રહ્યા છે. અજય દેવગન છેલ્લીવાર તેની જ ડાયરેક્ટ કરેલી ફિલ્મ રનવે 34માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ તેની અપોઝિટ રકુલ પ્રીત સિંહ પણ જોવા મળી હતી.