બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામની સાથે સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. મલાઈકા પોતાનાથી નાના અભિનેતાને ડેટ કરતી પણ દરેકનું ધ્યાન ખેંચે છે. અરબાઝ ખાન સાથે મલાઈકાના છૂટાછેડાનું કારણ લોકો અર્જુન કપૂરને માને છે. તે વાત અલગ છે કે અભિનેત્રીએ આ મામલે ઘણી વખત પોતાનો ખુલાસો રજૂ કર્યો છે.મલાઈકા અને અરબાઝે 2017માં છૂટાછેડા લીધા હતા. જો કે, છૂટાછેડા પછી પણ, આ યુગલ તેમના પુત્ર અરહાન માટે એકબીજાને મળે છે અને પાર્ટી પણ કરે છે.
છૂટાછેડાના બે વર્ષ પછી, મલાઈકા અને અર્જુને તેમના સંબંધો જાહેર કર્યા હતા. હાલમાં જ એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકાને તેની પર્સનલ લાઈફ વિશે ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા.
View this post on Instagram
મલાઈકાને અર્જુન વિશે પૂછવામાં આવ્યું હતું કે તેના કરતા નાની વ્યક્તિને ડેટ કરવાનો કેવો અનુભવ છે. તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, મને લાગે છે કે તે અદ્ભુત છે. જ્યારે મેં છૂટાછેડા લીધા, ત્યારે મને કહેવામાં આવ્યું કે આ ટેગ હંમેશા તેની સાથે રહેશે. છૂટાછેડા પછી પ્રેમ શોધવો એ અલગ બાબત છે. પોતાની વાત પૂરી કરતાં મલાઈકાએ વધુમાં કહ્યું કે, હું એટલું જ કહેવા માંગુ છું કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. જો તમે પ્રેમ કરો છો, તો તમે પ્રેમ કરો છો. ભલે તે નાનો માણસ હોય કે મોટો માણસ, હું નસીબદાર છું કે મને એ વયક્તિ મળ્યો જે મને સમજે છે, હકીકત એ છે કે, તે યુવાન છે અને મને પણ યુવાન રાખે છે ત્યારે મને અહેસાસ થાય છે કે, હું ટોચ પર છું
મલાઈકાએ પોતાના લગ્નના પ્લાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે શા માટે લગ્ન એ દરેક વસ્તુનો અંત છે. લગ્ન એક એવી વસ્તુ છે જેની ચર્ચા બે લોકો વચ્ચે થાય છે. મલાઈકાના કહેવા પ્રમાણે, તેણે હજુ સુધી લગ્નને લઈને કોઈ નિર્ણય લીધો નથી. જ્યારે આવું કંઈક થશે, ત્યારે તે ચોક્કસપણે કહેશે. હાલમાં તે અર્જુન સાથે પ્રી-હનીમૂન ફેઝ માણી રહી છે.