મેકઅપ આર્ટિસ્ટનો કમાલ: ઈન્દિરા ગાંધીના લુકમાં આ છે મિસ યુનિવર્સ હિરોઈન, નામ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય

ફિલ્મ બેલ બોટમનું તાજેતરમાં ટ્રેલર રિલીઝ થયું. પરંતુ ચોંકાવનારી વાત એમાં એ હતી કે વિડીયોમાં લારા દત્તા ક્યાય જોવા ન મળી. અને આ કમાલ છે મેકઅપનો. ચાલો લોકોનું રિએક્શન.

મેકઅપ આર્ટિસ્ટનો કમાલ: ઈન્દિરા ગાંધીના લુકમાં આ છે મિસ યુનિવર્સ હિરોઈન, નામ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય
Lara Dutta's Indira Gandhi look in Bell Bottom movie

ચાહકો અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ બેલ બોટમની (Bell Bottom) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અક્ષયે મંગળવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ જોયા પછી દરેક વ્યક્તિ ચોંકી ગયા છે. ટ્રેલર જોઇને સૌને લાગ્યું કે ફિલ્મમાં લારા દત્તા કેમ દેખાતી નથી.

જોકે, જ્યારે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું ત્યારે લારાએ ખુલાસો કર્યો કે તે ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની (Lara Dutta Indira Gandhi) ભૂમિકા ભજવી રહી છે. ટ્રેલરમાં ચાહકો તેને ઓળખી શક્યા ન હતા. લારાનો લુક (Lara Dutta Look) જોઈને બધાને આશ્ચર્ય થયું છે. સોશિયલ મીડિયા પર લારાના લુકના વખાણ થઈ રહ્યા છે. તેના મેકઅપ આર્ટીસ્ટની પ્રશંસા થઈ રહી છે.

લારા દત્તાનો ઇન્દિરા ગાંધી લુક જોયા બાદ લારા દત્તા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. દરેક કહી રહ્યા છે કે મેકઅપ આર્ટિસ્ટને નેશનલ એવોર્ડ આપવો જોઈએ. એક યુઝરે લખ્યું – બેલ બોટમનું ટ્રેલર 5 વખત જોયા પછી પણ હું લારા દત્તાને ઓળખી શક્યો નથી. મેકઅપ આર્ટિસ્ટને સલામ.

એક યુઝરે લખ્યું – નેશનલ એવોર્ડ મેકઅપ આર્ટિસ્ટને એડવાન્સમાં આપી દેવો જોઈએ. કોઈએ નોટીસ કર્યું?

https://twitter.com/ronik9468/status/1422550910073556992

તે જ સમયે, એક યુઝરે લખ્યું – OMG આ લારા દત્તા છે. શું મેકઅપ છે?

કઈ રીતે મળ્યો હતો રોલ

ટ્રેલર લોન્ચ દરમિયાન લારા દત્તાએ કહ્યું કે હું ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છું. મને મેકર્સનો ફોન આવ્યો અને તેઓએ કહ્યું કે લારા, અમે એક ફિલ્મ બનાવી રહ્યા છીએ જેમાં અમે તમને ઇન્દિરા ગાંધીના રોલ માટે કાસ્ટ કરી રહ્યા છીએ. પરંતુ આ પાત્ર મારા માટે મોટી જવાબદારી હતી કારણ કે હું એક પ્રતિષ્ઠિત વ્યક્તિનું પાત્ર ભજવી રહી છું.

બેલ બોટમ રણજીત એમ તિવારી દ્વારા નિર્દેશિત એક સ્પાઈ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી દ્વારા નિર્મિત છે. અક્ષય કુમાર, લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર એકસાથે બેલ બોટમ જોવા મળશે.

 

આ પણ વાંચો: Birthday Special: 7 નેશનલ એવોર્ડ વિજેતા, 17 વર્ષની ઉંમરે પ્રથમ ધૂન, જાણો વિશાલ ભારદ્વાજ વિશે અજાણી વાતો

આ પણ વાંચો: સોનુ સૂદે ફરી એકવાર જીત્યું દિલ: વકીલ બનવા માંગતા વિદ્યાર્થીઓને આપશે ફ્રી કોચિંગ, જાણો વિગત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati