AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: 7 નેશનલ એવોર્ડ વિજેતા, 17 વર્ષની ઉંમરે પ્રથમ ધૂન, જાણો વિશાલ ભારદ્વાજ વિશે અજાણી વાતો

ફિલ્મોમાં જેનું નામ માનભેર લેવામાં આવે છે તે વિશાલ ભારદ્વાજનો આજે (4 ઓગસ્ટ) જન્મદિવસ છે. ચાલો જાણીએ આ બહુમુખી પ્રતિભા વિશે અજાણી વાતો.

Birthday Special: 7 નેશનલ એવોર્ડ વિજેતા, 17 વર્ષની ઉંમરે પ્રથમ ધૂન, જાણો વિશાલ ભારદ્વાજ વિશે અજાણી વાતો
Know about 7 times National Award winners Vishal Bhardwaj
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 11:51 AM
Share

પ્રખ્યાત દિગ્દર્શક, લેખક, સંગીતકાર, ગાયક અને બોલિવૂડના નિર્માતા વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj) ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે પ્રેરણાદાયી છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1965 ના રોજ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં થયો હતો. આજે તેઓ તેમનો જન્મદિન ઉજવી રહ્યા છે. તેમણે વર્ષ 1991 માં રેખા ભારદ્વાજ (Rekha Bhardwaj) સાથે લગ્ન કર્યા. બંને કોલેજના અભ્યાસ દરમિયાન મળ્યા હતા. પહેલા બંને સારા મિત્રો બન્યા અને ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. વિશાલ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના જીવન વિશે.

ક્રિકેટર બનવું હતું વિશાલને

ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj) બાળપણમાં સારા ક્રિકેટર હતા અને તેઓ ફેમસ ક્રિકેટર બનવા માંગતા હતા. ફિલ્મોના ચાહકોને જાણીને આઘાત લાગે કે તેઓને દિગ્દર્શક અને લેખક બનવાનો વિચાર પણ ન હતો. તેમણે રાજ્યકક્ષાએ અંડર -19 ક્રિકેટ પણ રમી છે. પરંતુ એક અકસ્માતે તેમનું આખું જીવન બદલી નાખ્યું. હકીકતમાં એક સમયે ટૂર્નામેન્ટ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન તેમનું અકસ્માત થયું. અને તેમનો અંગૂઠો તૂટી ગયો હતો. જેના કારણે તે આગળ ક્રિકેટ રમી શક્યા નહીં.

17 વર્ષની ઉંમરે બન્યા સંગીતકાર

ગજબની વાત એ છે કે વિશાલે 17 વર્ષની ઉંમરે પહેલીવાર ગીતની રચના કરી હતી. જે સાંભળ્યા બાદ તેમના પિતાએ સંગીતકાર ઉષા ખન્ના સાથે વાત કરી. ઉષા ખન્નાએ ફિલ્મ ‘યાર કસમ’ (1985) માં વિશાલના સંગીતને યુઝ કર્યું. તમને જણાવી દઈએ કે વિશાલના પિતાએ પણ સંગીત ક્ષેત્રે કામ કર્યું છે.

‘અભય’ સાથે સંગીત નિર્દેશક તરીકે કર્યું ડેબ્યૂ

વિશાલ ભારદ્વાજે સૌપ્રથમ 1985 માં ફિલ્મ ‘અભય’માં સંગીત આપીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને ઓળખ ગુલઝારની (Gulzar) ફિલ્મ ‘માચીસ’ થી ઓળખ મળી. ચપ્પા ચપ્પા ચરખા ચલે સોંગ આજે પણ શિયાળાની રાત્રે લોકો સાંભળે છે. વિશાલ ભારદ્વાજે બાળકોની ફિલ્મ ‘મકડી’ થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી, એટલું જ નહીં આ ફિલ્મનું મ્યુઝીક પણ તેમને પોતે જ આપ્યો હતો.

7 નેશનલ અવોર્ડ

વિશાલે 1998 માં રિલીઝ થયેલી ‘સત્યા’ અને 1999 માં ગુલઝારની ફિલ્મ ‘હુ તુ તુ’ નું સંગીત પણ આપ્યું હતું. 1999 માં, તેમને ફિલ્મ ‘ગોડમધર’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. એટલું જ નહીં, તેમને ‘ઓમકારા’ અને ‘હૈદર’ જેવી ફિલ્મો માટે પણ નેશનલ અવોર્ડ મળ્યા છે. ગર્વની વાત છે કે વિશાલ ભારદ્વાજને અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં 7 નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સોનુ સૂદે ફરી એકવાર જીત્યું દિલ: વકીલ બનવા માંગતા વિદ્યાર્થીઓને આપશે ફ્રી કોચિંગ, જાણો વિગત

આ પણ વાંચો: Kishore Kumar Birth Anniversary: જ્યારે કિશોર કુમારે પોતાની જાતને જ કહી દીધું હતું, ‘કાઢો આને ડિરેક્ટરમાંથી’

g clip-path="url(#clip0_868_265)">