Koffee With Karan: આલિયા સાથે રણબીર લગ્ન કરવા માંગતો ન હતો! જુઓ Viral Video
Koffee With Karan: સોશિયલ મીડિયા પર કોફી વિથ કરણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીર કપૂર (Ranbir Kapoor) આલિયા ભટ્ટ સાથે નહીં પણ આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ આ જુનો વીડિયો છે. ફેન્સને પૂરી આશા છે કે આ વખતે પણ શોમાં પહેલાની જેમ ખૂબ જ મજાક અને મસ્તી જોવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે.

Koffee With Karan: એકવાર ફરી નાના પડદા પર કરણ જોહર (Karan Johar) પરત ફરી રહ્યો છે અને તે ટૂંક સમયમાં કોફી વિથ કરણ 8 સાથે આવી રહ્યો છે. આ શોની જાહેરાત કરવામાં આવી છે અને તેના પ્રોમો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેના માટે ફેન્સ પણ એક્સાઈટેડ છે. ફેન્સને પૂરી આશા છે કે આ વખતે પણ શોમાં પહેલાની જેમ ખૂબ જ મજાક અને મસ્તી જોવા મળશે. હાલમાં કોફી વિથ કરણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ‘એનિમલ’ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) આલિયા ભટ્ટ સાથે લગ્ન માટે ન પાડતો જોવા મળે છે. રણબીર કપૂર તે પણ જણાવે છે કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે.
રણબીરે આલિયાને રિજેક્ટ કરી હતી
કરણ જોહર દ્વારા રેપિડ ફાયર રાઉન્ડમાં રણબીર કપૂરને પૂછવામાં આવે છે કે જો આ લોકોને સાચું કહેવાની દવા આપવામાં આવે તો તેઓ શું સવાલ પૂછશે? આલિયાના નામ પર રણબીર કહે છે- ‘સિદ્ધાર્થ મલ્હોત્રા કે વરુણ ધવન.’ આ પછી કરણ પૂછે છે- ‘કિલ, મેરી અને હૂકઅપ? અનુષ્કા, આલિયા અને જેકલીન. આ સવાલ પર રણબીર કહે છે- ‘હું અનુષ્કા સાથે લગ્ન કરવા માંગુ છું, પરંતુ તે પહેલેથી જ પરિણીત છે અને જીવનમાં ખુશ છે. તેથી હું અન્ય બંને જોડે હૂક અપ કરવા માંગુ છું, કોઈની સાથે લગ્ન નહીં કરું.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
(VC: Entertainment media Instagram)
‘એનિમલ’ ફિલ્મને લઈને ચર્ચામાં છે રણબીર કપૂર
કરણ જોહરનો શો કોફી વિથ કરણ સીઝન 8 સાથે પરત ફરી રહ્યો છે તો બીજી તરફ રણબીર કપૂર પણ અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મમાં રણબીરની સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ લીડ રોલમાં જોવા મળશે. કોફી વિથ કરણ 26 ઓક્ટોબરથી શરૂ થશે.
આ પણ વાંચો: કંગના રનૌતે વર્લ્ડ કપ 2023ને લઈને કરી આ ભવિષ્યવાણી, ‘બિગ બોસ 17’માં જતા પહેલા કહી આ વાત, જુઓ Video