કંગના રનૌતે વર્લ્ડ કપ 2023ને લઈને કરી આ ભવિષ્યવાણી, ‘બિગ બોસ 17’માં જતા પહેલા કહી આ વાત, જુઓ Video
કંગના રનૌત (Kangana Ranaut) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'તેજસ'ને લઈને ચર્ચામાં છે. 'તેજસ'ના પ્રમોશન માટે 'બિગ બોસ 17'ના ઘરમાં એન્ટ્રી કરતાં પહેલા એક્ટ્રેસે વર્લ્ડ કપ 2023 ને લઈને એક ભવિષ્યવાણી કરી છે. ભવિષ્યવાણી કરતો કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કંગના ફિલ્મ 'તેજસ'ના પ્રમોશનમાં બિઝી છે. આ પહેલા એક્ટ્રેસે ફિલ્મના પ્રમોશન માટે ભારત અને અફઘાનિસ્તાનની પ્રી-મેચમાં પણ ગઈ હતી.
કંગના રનૌત (Kangana Ranaut) તેની અપકમિંગ ફિલ્મ ‘તેજસ’ને લઈને સતત ચર્ચામાં છે. કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તેજસ’ પણ હવે ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ એરફોર્સના પાયલટના શાનદાર લુકમાં જોવા મળશે. હાલમાં કંગના રનૌત તેની ફિલ્મ ‘તેજસ’ના પ્રમોશન માટે ‘બિગ બોસ 17’ના ઘરમાં ગઈ હતી, સલમાન ખાનના શોમાં એન્ટ્રી કરતાં પહેલા વર્લ્ડ કપ 2023ને લઈને ભવિષ્યવાણી કરી હતી. ભવિષ્યવાણી કરતો કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કંગના ફિલ્મ ‘તેજસ’ના પ્રમોશનમાં બિઝી છે.
કંગના રનૌતે બિગ બોસ 17માં કરી એન્ટ્રી
બોલિવુડની બેબાક એક્ટ્રેસ કંગના રનૌત ‘તેજસ’માં શાનદાર રોલમાં જોવા મળશે. હાલમાં જ ‘તેજસ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, તેમાં કંગના ભારતીય વાયુસેનાના પાયલટ લુકમાં જોવા મળી. કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ કંગના હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ કંગના ‘બિગ બોસ 17’ના સેટની બહાર જોવા મળી હતી જ્યાં તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. કંગનાએ ભારતની જીત વિશે પણ વાત કરી. આ પહેલા એક્ટ્રેસે ફિલ્મના પ્રમોશન માટે ભારત અને અફઘાનિસ્તાનની પ્રી-મેચમાં પણ ગઈ હતી.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
(VC: Viral Bhayani Instagram)
કંગના રનૌતે કરી ભવિષ્યવાણી
કંગના રનૌતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક્ટ્રેસ વર્લ્ડ કપ 2023માં ભારતની જીતની ભવિષ્યવાણી કરતી જોવા મળી રહી છે. જ્યારે પાપારાઝીએ કંગના રનૌતને પૂછ્યું કે ભારત વર્લ્ડ કપ… તો એક્ટ્રેસ કહે છે, ‘આ મારી ભવિષ્યવાણી છે કે ભારત વર્લ્ડ કપ 2023 જીતશે.’ કંગના રનૌત ફિલ્મ ‘તેજસ’ના પ્રમોશન માટે પેસ્ટલ કલરનું ઓફ-શોલ્ડર ગાઉન પહેરીને જોવા મળી હતી. એક્ટ્રેસ પાપારાઝીને પોઝ આપતી જોવા મળી હતી.
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
તમને જણાવી દઈએ કે કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ ભારતીય વાયુસેનાના પાયલોટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના તેજસ ગિલનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે. ‘તેજસ’ સિવાય કંગના રનૌત ટૂંક સમયમાં ‘ઈમરજન્સી’માં જોવા મળશે. ‘ઈમરજન્સી’ ફિલ્મમાં કંગના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.