AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koffee With Karan: ‘કોફી વિથ કરણ 8’ સ્ટ્રીમ થતાં પહેલા લીક થયો Video, દીપિકા અને રણવીર ગેસ્ટ સીટ પર મળ્યા જોવા

Koffee With Karan: 'કોફી વિથ કરણ'ની સીઝન 8 પાવર કપલ રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે શરૂ થવા જઈ રહી છે. 'કોફી વિથ કરણ'નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મજાકમસ્તી કરી રહ્યાં છે. હવે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ કપલ પહેલા એપિસોડમાં પહેલીવાર શોમાં સાથે જોવા મળશે.

Koffee With Karan: 'કોફી વિથ કરણ 8' સ્ટ્રીમ થતાં પહેલા લીક થયો Video, દીપિકા અને રણવીર ગેસ્ટ સીટ પર મળ્યા જોવા
Deepika Padukone - Ranveer SinghImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 1:00 PM
Share

Koffee With Karan: કરણ જોહરનો મોસ્ટ ફેમસ ટોક શો ‘કોફી વિથ કરણ‘ની મોસ્ટ અવેઈટેડ 8મી સીઝન ટૂંક સમયમાં પ્રીમિયર થવા માટે તૈયાર છે. હવે ‘કોફી વિથ કરણ’નો એક વીડિયો લીક થયો છે. જેમાં રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) મસ્તી મસ્તી જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ કપલ પહેલા એપિસોડમાં પહેલીવાર શોમાં સાથે જોવા મળશે.

રણવીર અને દીપિકા મસ્તી કરતા મળ્યા જોવા

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મજાકમસ્તી કરી રહ્યાં છે. દીપિકાએ મજાકમાં રણવીરના પાત્ર ‘રોકી રંધાવા’ સાથે લગ્ન કરવાની હકીકત સ્વીકારી હતી. એટલું જ નહીં આ કપલે 2015માં રણવીરે દીપિકાને પ્રપોઝ કર્યાના વિષય પર પણ ચર્ચા કરી હતી. એક ફેને કોમેન્ટ કરી છે કે, “ખૂબ જ સરસ…આ એપિસોડ જોવા માટે રાહ જોઈ શકતો નથી…ઉફ.” અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘દીપવીર એકસાથે ખૂબ જ સરસ લાગે છે.’

અહીં જુઓ વીડિયો

(VC: elitestanning twitter) 

2018માં થયા હતા લગ્ન

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 ડિસેમ્બર, 2018 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. આ કપલે તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા પરંપરાગત દક્ષિણ ભારતીય સ્ટાઈલમાં થયા હતા. લગ્ન પહેલા આ કપલે કોંકણી પરંપરા મુજબ એકબીજાને વીંટી પહેરાવી હતી. તમને જણાવી દઈએ કે આ કપલે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં સાથે કામ કર્યું છે.

આ દિવસે થશે સ્ટ્રીમ

કરણ જોહરે ‘કોફી વિથ કરણ’ સીઝન 8 ના પડદા પાછળની ઝલક શેર કરી હતી અને નવા સેટ અને ગેમ્સ વિશે ખુલાસો કર્યો હતો. ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 26 ઓક્ટોબરે સીઝનનું પ્રીમિયર થવાનું છે.

આ પણ વાંચો: Koffee With Karan: આલિયા સાથે રણબીર લગ્ન કરવા માંગતો ન હતો! જુઓ Viral Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">