AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Chandrakant Desai Family Tree : પ્રસિદ્ધ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના થોડા દિવસ પહેલા જ મોતને વ્હાલું કર્યું, જાણો તેના પરિવાર વિશે

બોલીવુડના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ (Nitin Desai)એ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી લીધી છે. નીતિન દેસાઈએ બુધવારે 2 ઓગસ્ટના સવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે દેવદાસ, લગાન, જોધા અકબર અને હમ દિલ દે ચૂકે સનમ જેવી પ્રખ્યાત ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા.

Nitin Chandrakant Desai Family Tree :  પ્રસિદ્ધ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના થોડા દિવસ પહેલા જ મોતને વ્હાલું કર્યું, જાણો તેના પરિવાર વિશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:36 AM
Share

Nitin Chandrakant Desai Family Tree : આર્ટ અને ફિલ્મ પ્રોડક્શનની દુનિયામાં જાણીતું નામ નીતિન ચંદ્રકાંત દેસાઈ (Nitin Desai )એ 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે, તેમણે પોતાના સ્ટુડિયોમાં આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રના કર્જતમાં તેમના સ્ટુડિયોમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે નીતિન દેસાઈ 9 ઓગસ્ટે તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ અફસોસ કે તેમના જન્મદિવસ પહેલા જ તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.આજે આપણે નીતિન ચંદ્રકાંત દેસાઈના પરિવાર વિશે જાણીએ.

આ પણ વાંચો : Nitin Desai Death : નીતિન દેસાઈના મોબાઈલ ઓડિયોમાંથી 4 લોકોના નામ સામે આવ્યા, પોલીસ ચારેય લોકોને સમન્સ મોકલશે

નીતિન ચંદ્રકાંત દેસાઈનો જન્મ ચંદ્રકાંત ગણપત દેસાઈ અને મીના ચંદ્રકાંત દેસાઈના ઘરે થયો હતો. તેમણે નયના નીતિન દેસાઈ સાથે તેમના જીવનની સફર શરુ કરી હતી, જેઓ તેમની જેમ, ફિલ્મ ઉદ્યોગનો એક ભાગ છે, એક ફિલ્મ નિર્માતા તરીકે કામ કરે છે. તેમની પુત્રી માનસી દેસાઈ Mold3D  પ્રોડક્શન કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરે છે. નીતિન અને નયનાને એક પુત્ર પણ છે. નીતિન દેસાઈને એક ભાઈ અને એક બહેન વૈશાલી છે નીતિન ચંદ્રકાંત દેસાઈ પરિવાર સાથે રહેતા હતા.

Know about Bollywood Art director Nitin Desai family

નીતિનની સફર ક્યાંથી શરૂ થઈ?

નીતિન દેસાઈએ પ્રારંભિક શિક્ષણ વામનરાવ મુરંજન હાઈસ્કૂલ, મુલુંડમાંથી મેળવ્યું હતું. તેણે જેજે સ્કૂલ ઑફ આર્ટસ અને એલએસ રાહેજા સ્કૂલ ઑફ આર્ટસમાંથી ફોટોગ્રાફીની ટ્રિક્સ શીખી. આ પછી તે મુંબઈની ફિલ્મ સિટી તરફ વળ્યો. આ તે સમયગાળો હતો જ્યારે હજી ફોટોગ્રાફી 2D થી 3D વિશ્વમાં બદલાઈ રહી હતી. તે એ જમાનાના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિશ રોય સાથે સહાયક તરીકે જોડાયા.

એનડી સ્ટુડિયોમાં અનેક ફિલ્મોનું શૂટિંગ

તમને જણાવી દઈએ કે ND સ્ટુડિયોમાં બોલિવૂડની ઘણી બિગ બજેટ ફિલ્મોનું શૂટિંગ થયું છે. જો કે, મંગલ પાંડે ધ રાઇઝિંગનું શૂટિંગ અહીં પ્રથમવાર થયું હતું. આ સિવાય ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ માટે સ્ટુડિયોમાં એક કરોડ રૂપિયા ખર્ચીને કાચનો મહેલ બનાવવામાં આવ્યો હતો.મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ પણ એનડી સ્ટુડિયોમાં થયું હતું. તેમજ સલમાન ખાનની ઘણી ફિલ્મો વોન્ટેડ, બોડીગાર્ડ અને કિક વગેરેનું પણ અહીં શૂટિંગ થયું હતું.

આ પણ વાંચો : ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું, પરિણીતી ચોપરાથી લઈને રિતેશ દેશમુખ સુધીના સ્ટાર્સ Nitin Desaiની આત્મહત્યાથી શોકમાં

બોલિવૂડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કરી ચૂક્યા છે કામ

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ છેલ્લે 29 જુલાઈ 2023ના રોજ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. તેમણે વર્ષ 1994માં રિલીઝ થયેલી અનિલ કપૂર અને મનીષા કોઈરાલાની ફિલ્મ 1942: લવ સ્ટોરીના 29 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તે ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહેતા હતા.નીતિન દેસાઈને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશક તરીકે ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તેની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલિવૂડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારીકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

આ ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો

  • ડો. બાબાસાહેબ આંબેડકર (1999)
  • હમ દિલ દે ચૂકે સનમ (2000)
  • લગાન (2002)
  • દેવદાસ (2003)

આ ફિલ્મો માટે ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો

  • 1942: અ લવ સ્ટોરી (1995)

ખામોશી (1997)

દેવદાસ (2003)

  • IFA શ્રેષ્ઠ કલા નિર્દેશન પુરસ્કાર

જોધા અકબર (2009)

આ ફિલ્મો માટે સ્ક્રીન એવોર્ડ મળ્યો

Know about Bollywood Art director Nitin Desai family

નીતિન દેસાઈ મેગા બજેટ ફિલ્મો અને ટીવી સિરિયલો બનાવતા હતા. તેઓ ફિલ્મ નિર્માતા, આર્ટ ડિઝાઇનર, સેટ ડિઝાઇનર અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા.

માતા, પત્ની અને પુત્રીનું છે ફિલ્મ સાથે ખાસ કનેક્શન

નીતિન દેસાઈના પિતાનું નામ ચંદ્રકાંત ગણપત દેસાઈ અને માતાનું નામ મીના ચંદ્રકાંત દેસાઈ હતું. તેની માતા પણ એક ફિલ્મ પ્રોડ્યુસર હતી. ફિલ્મ બેકગ્રાઉન્ડમાંથી આવતા નીતિન દેસાઈની પત્ની નયના નિતન દેસાઈ પણ ફિલ્મ નિર્માતા છે. 2018 માં, તેણે ટ્રકભર સ્વપ્ન ફિલ્મનું નિર્માણ કર્યું. નીતિન દેસાઈને 2 બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. તેમની માનસી દેસાઈ પ્રોડક્શન કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">