ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું, પરિણીતી ચોપરાથી લઈને રિતેશ દેશમુખ સુધીના સ્ટાર્સ Nitin Desaiની આત્મહત્યાથી શોકમાં

નીતિન દેસાઈ (Nitin Desai)ના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. અભિનેતા રિતેશ દેશમુખથી લઈને પરિણીતી ચોપરા અને નીલ નીતિન મુકેશ સુધી ઘણા સ્ટાર્સે ટ્વિટ કરીને તેમને યાદ કર્યા છે.

ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું, પરિણીતી ચોપરાથી લઈને રિતેશ દેશમુખ સુધીના સ્ટાર્સ Nitin Desaiની આત્મહત્યાથી શોકમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 1:50 PM

બોલિવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈની આત્મહત્યાથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિતન દેસાઈએ પોતાના સ્ટુડિયોમાં આત્મહત્યા કરી હતી. તેમના નિધનથી ઘણા સ્ટાર્સ આઘાતમાં છે. નીતિન દેસાઈ (Nitin Desai)એ અક્ષય કુમારથી લઈને વરુણ ધવન સુધીના જાણીતા કલાકારો સાથે કામ કર્યું હતું. નિતિન દેસાઈના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ અભિનેતા નીલ નીતિન મુકેશ અને રિતેશ દેશમુખે ટ્વિટ કરીને તેમને યાદ કર્યા છે.

આ પણ વાંચો : Breaking news : દેવદાસ-જોધા અકબરના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી, સ્ટુડિયોમાંથી મૃતદેહ મળ્યો

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

નીલ નિતિન મુકેશે ટ્વિટ કરતા લખ્યું કે, ખુબ જ દુખ દ સમાચાર છે. જેના પર વિશ્વાસ થઈ રહ્યો નથી. નિતિન દેસાઈ આ દુનિયામાં નથી. તે એક પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તે માત્ર પોતાની કળાને જ નહિ પરંતુ લોકોને પણ સારી રીતે સમજતા હતા. તેમણે હંમશા પોઝિટિવ એનર્જીની સાથે લોકોને પ્યાર આપ્યો, ભગવાન તેના પરિવારને શક્તિ આપે.

(Source : Neil Nitin Mukesh)

રિતિશ દેશમુખે પણ નિતિન દેસાઈને યાદ કરતા ટ્વિટ કર્યું છે. રિતેશે લખ્યું છે આ જાણી ખુબ દુખ થયું છે. ભારતીય સિનેમાના વિકાસમાં તેનું યોગદાન મોટું હતુ. મહાન પ્રોડક્શન ડિઝાઈનર નિતિન દેસાઈ હવે રહ્યા નથી. હું તેને વર્ષોથી જાણતો હતો. તુ હંમેશા યાદ આવીશ મારા મિત્ર

(Source : Riteish Deshmukh Twitter)

બોલિવુડ અભિનેત્રી પરિણીત ચોપારાએ નિતિન દસાઈના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. પરિણીતિ ચોપરાએ ટ્વિટ કરતા લખ્યું કે, તેનું કામ હંમેશા યાદ રહેશે.

(Parineeti Chopra : Twitter)

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">