Nitin Desai Death : નીતિન દેસાઈના મોબાઈલ ઓડિયોમાંથી 4 લોકોના નામ સામે આવ્યા, પોલીસ ચારેય લોકોને સમન્સ મોકલશે
જોધા અકબર અને દેવદાસ જેવી ફિલ્મોમાં પ્રોડક્શન ડિઝાઈનર અને આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કરનાર નીતિન દેસાઈ ( Nitin Desai Death)નો મૃતદેહ આજે તેમના જ સ્ટુડિયોમાં પંખાથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. રાયગઢ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Nitin Desai Death: બોલિવૂડ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ (Nitin Desai Suicide)ના આત્મહત્યા કેસની તપાસમાં લાગેલી રાયગઢ પોલીસને નીતિન દેસાઈના મોબાઈલ ફોનમાંથી એક ઓડિયો ક્લિપ મળી છે. સૂત્રોનું કહેવું છે કે ઓડિયો ક્લિપમાં 4 લોકોના નામ છે. નીતિન દેસાઈએ આત્મહત્યા કરતા પહેલા ઓડિયો રેકોર્ડ કર્યો હતો અને તેમાં ચાર નામનો ઉલ્લેખ સામે આવ્યો છે.
નીતિન દેસાઈનો મૃતદેહ આજે તેમના જ સ્ટુડિયો (ND સ્ટુડિયો)માં પંખાથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, નીતિન દેસાઈ રાત્રે લગભગ 10 વાગ્યે તેમના રૂમમાં ગયા હતા. મોડી રાત સુધી તે બહાર ન આવતાં દરવાજો ખટખટાવ્યો હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતાં તે બારીમાંથી અંદર મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યાની આસપાસ ત્યાં હાજર લોકોને જાણ થઈ કે નીતિન દેસાઈએ આત્મહત્યા કરી લીધી છે.
#Maharashtra : Forensic team arrived at ND Studios in Karjat, Raigad district, where the body of art director Nitin Desai was found hanging. #Tv9News pic.twitter.com/vb24DmVIN1
— Tv9 Gujarati (@tv9gujarati) August 2, 2023
રાયગઢના એસપી સોમનાથ ઘરઘેએ જણાવ્યું કે, રાયગઢના ખાલાપુર પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડ પણ સ્થળ પર હાજર છે. પોલીસનું કહેવું છે કે તેઓ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહ્યા છે.
ટૂંક સમયમાં પુછપરછ શરુ થશે
પોલીસ સુત્રનું કહેવું છે કે, સુસાઈડ પહેલા ઓડિયો ક્લિપમાં જે 4 લોકોના નામ નિતિન દેસાઈએ લીધા છે. તેની ટુંક સમયમાં જ પુછપરછ કરવામાં આવશે. પોલીસની કાર્યવાહી બાદ પોલીસ ચારેય લોકોને સમન મોકલશે. આ સિવાય પોલીસે મોબાઈલ ફોનને ફોરેન્સિક ટીમની પાસે મોકલશે. પોલીસ તપાસ કરી રહી છે કે, શું ફોનમાંથી કોઈ ડેટાતો મિસિંગ નથી ને.
આ પણ વાંચો : Exclusive : નીતિન દેસાઈ છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેક માટે સેટ બનાવવાના હતા, લાલબાગ ચા રાજાનો પંડાલ અધૂરો રહ્યો
નીતિન દેસાઈ દેણામાં ડૂબ્યા હતા
નીતિન દેસાઈ ગઈકાલે રાત્રે જ દિલ્હીથી પરત ફર્યા હતા અને સવારે તેમની લાશ મળી આવી હતી. નીતિન દેસાઈ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેણે બેંકમાંથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે વ્યાજ સાથે લગભગ 250 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. નીતિન દેસાઈએ જે કંપની પાસેથી લોન લીધી હતી તે કંપનીએ પણ વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ કલેક્ટરને પત્ર લખીને નીતિન દેસાઈના સ્ટુડિયોને રિકવરી માટે જપ્ત કરવાની માંગ પણ કરી હતી.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો