AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઋતિક રોશનની બહેનને ડેટ કરવા પર સામે આવ્યું કાર્તિક આર્યનનું નિવેદન, જાણો શું આપ્યો જવાબ

'કાર્તિક આર્યન' (Kartik Aaryan) નામના ફેન પેજ પરથી કાર્તિક આર્યનને પશ્મિના રોશન વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર કાર્તિક આર્યને જવાબ આપ્યો છે. જાણો કાર્તિકે તેના વિશે શું કહ્યું.

ઋતિક રોશનની બહેનને ડેટ કરવા પર સામે આવ્યું કાર્તિક આર્યનનું નિવેદન, જાણો શું આપ્યો જવાબ
KARTIK-PASHMINA
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 6:40 PM
Share

ફિલ્મ એક્ટર કાર્તિક આર્યન હાલમાં ઋતિક રોશનની કઝિન પશ્મિના રોશનને ડેટ કરવાના સમાચારને લઈને ચર્ચામાં છે. પરંતુ આ સમાચાર મીડિયામાં કેટલાક સૂત્રો દ્વારા આવ્યા છે. કાર્તિકે આ સમચારની પુષ્ટિ કરી નથી, પરંતુ હવે જ્યારે દરેક જગ્યાએ કાર્તિકનું નામ પશ્મિના સાથે જોડાયું હોવાની ચર્ચા છે, ત્યારે એક્ટરે પોતે જ તેના પર પ્રતિક્રિયા આપી છે. કાર્તિક આર્યનના એક ફેને ટ્વીટ દ્વારા દાવો કર્યો છે કે એક્ટરે તેને તેની ઈન્સ્ટા સ્ટોરી પર જવાબ આપ્યો છે અને પશ્મિના સાથે નામ જોડવાની એક શબ્દમાં ના પાડી દીધી છે. ફેને આ સમગ્ર ઘટના વિશે ટ્વિટ કર્યું છે અને સ્ક્રીનશોટ પણ શેયર કર્યો છે. તેણે દાવો કર્યો છે કે કાર્તિકે તેના સવાલનો જવાબ આપી દીધો છે.

કાર્તિક આર્યને તોડ્યું મૌન

‘કાર્તિક હંમેશા’ નામના એક ફેન પેજ પરથી કાર્તિકને પશ્મિના વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં કાર્તિક આર્યને લખ્યું, “નો.” એટલે કે કાર્તિકે સરળ શબ્દોમાં આ આખી અફવા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તમને જણાવી દઈએ કે એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટે પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાય તેવી આશા રાખી શકાય છે. આ સિવાય રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કાર્તિકના નજીકના સૂત્રોએ પણ આ રિપોર્ટને અફવા ગણાવી છે. સૂત્રએ કહ્યું છે કે કાર્તિક હાલમાં તેના કામ પર ધ્યાન આપી રહ્યો છે.

સારા સાથે થઈ ગયું છે બ્રેકઅપ

તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન એક્ટ્રેસ સારા અલી ખાનને ડેટ કરવાને કારણે ઘણી ચર્ચામાં હતો. જ્યારે આ બંનેના નામ જોડાયા તો ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા. પરંતુ થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કાર્તિક આર્યન અને સારાના રસ્તા અલગ થઈ ગયા છે. બંને સ્ટાર્સે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સારા પછી કાર્તિકનું નામ કોઈ એક્ટ્રેસ કે સામાન્ય છોકરી સાથે જોડાયું નથી. કાર્તિકના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ફિલ્મ ફ્રેડીમાં ડેન્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળશે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">