Karnataka Election : સાઉથના મેગાસ્ટાર કિચ્ચા સુદીપ અને દર્શન થૂગુદીપ આજે જોડાશે BJPમાં!
Karnataka Election : કન્નડ ફિલ્મ સ્ટાર્સ દિગ્ગજ અભિનેતા સુદીપ (કિચ્ચા સુદીપ) અને દર્શન થૂગુદીપ બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાય તેવી અપેક્ષા છે.
કન્નડ ફિલ્મના દિગ્ગજ કલાકારો કિચ્ચા સુદીપ અને દર્શન થૂગુદીપ બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાય તેવી અપેક્ષા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને કલાકારો કર્ણાટકના બેંગલુરુની એક ખાનગી હોટલમાં બપોરે 1:30 અને 2:30 વાગ્યે પાર્ટીમાં જોડાશે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર સુદીપને પણ બીજેપીના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને પાર્ટીના ઘણા સિનિયર નેતાઓ પણ હાજર રહેશે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતીય ફિલ્મો સિવાય અભિનેતા કિચ્ચા સુદીપ હિન્દી સિનેમામાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તેણે હિન્દી ફિલ્મમાં ‘ફૂંક’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તે જ સમયે તે સલમાન ખાનની ફિલ્મ દબંગ-3માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
કર્ણાટકમાં 10 મેના રોજ યોજાશે ચૂંટણી
હકીકતમાં કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને મતગણતરી 13 મેના રોજ થશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. તેમજ ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સત્તા પર પાછા ફરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે.
ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે
આજથી એટલે કે 05 એપ્રિલ 2023ના રોજે (બુધવાર) ભાજપના 50 નેતાઓ અહીં એકઠા થશે. આ સાથે આગામી ત્રણ-ચાર દિવસમાં ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવશે. જો કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી જ ભાજપ ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યું છે. આ સાથે જ ભાજપ મહાસચિવ અરુણ સિંહ અને ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વમાં ઉમેદવારોને લઈને બેઠક પણ યોજાઈ રહી છે. આ વખતે ઈન્ટરનલ વોટિંગમાં પાસ થનારા ઉમેદવારોને જ ટિકિટ મળવાની તક છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…