Karnataka Election Breaking News: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતુ ચૂંટણી પંચ, 10 મે ના રોજ ચૂંટણી ,પરિણામ 13 મે ના રોજ

Pinak Shukla

|

Updated on: Mar 29, 2023 | 12:41 PM

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને 2024ની સેમિફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે. જ્યારે ભાજપ દક્ષિણ ભારતમાં તેનો એકમાત્ર ગઢ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ મિશન-દક્ષિણ હેઠળ કર્ણાટકમાં સત્તા પર પાછા ફરવા માટે આતુર છે.

Karnataka Election Breaking News: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતુ ચૂંટણી પંચ, 10 મે ના રોજ ચૂંટણી ,પરિણામ 13 મે ના રોજ
Election Commission Announces Karnataka Assembly Election Date, May 10 Election, May 13 Result

Follow us on

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 10 મેના રોજ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. અને પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. એક જ ચરણમાં આ ચૂંટણી યોજાશે

224 સીટોવાળી કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થશે. રાજ્યમાં મતદારોની સંખ્યા 5 કરોડ 21 લાખ છે. જેમાં મહિલા મતદારોની સંખ્યા બે કરોડ 59 લાખ છે.ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજ્યની 225 વિધાનસભા બેઠકોમાંથી 36 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 15 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે – EC

પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવાનો અમારો પ્રયાસ છે. તાજેતરમાં અમે ઉત્તર પૂર્વના રાજ્યોમાં સફળતાપૂર્વક ચૂંટણીઓ યોજી. 80 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેસીને મતદાન કરી શકશે ચૂંટણી પંચે કહ્યું કે કર્ણાટકમાં 5.22 કરોડ મતદારો છે. અમે નવા મતદારો ઉમેરવા પર પણ ભાર મુકીએ છીએ. રાજીવ કુમારે જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરેથી જ વોટ કરવાની સુવિધા આપવામાં આવશે. જે લોકો 1 એપ્રિલે 18 વર્ષના થઈ જશે તેઓ પણ મતદાન કરી શકશે.

જેઓ 1 એપ્રિલે 18 વર્ષના થશે તેઓ પણ આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે જેઓ 1 એપ્રિલે 18 વર્ષના થશે તેઓ પણ આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં વધુને વધુ મતદારો જોડાય તે માટે અમારા પ્રયાસો ચાલુ છે. આ ચૂંટણીમાં 9 લાખ 17 હજાર નવા મતદારોનો સમાવેશ થાય છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે કર્ણાટકમાં 2018-19થી 9.17 લાખ પ્રથમ વખત મતદારોનો વધારો થયો છે. 1 એપ્રિલ સુધીમાં 18 વર્ષના તમામ યુવા મતદારો કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં સંવેદનશીલ મતદાન મથકોની પણ ઓળખ કરી છે.

રાજ્યમાં 240 મોડલ મતદાન મથકો- EC

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે રાજ્યમાં 240 મોડલ મતદાન મથકો હશે, જેમાં યુવાનોને સામેલ કરવામાં આવશે. કર્ણાટકમાં 58 હજાર 282 મતદાન મથકો છે, જેમાંથી 20 હજાર 866 શહેરી કેન્દ્રો છે. તેમાંથી 50 ટકા મતદાન મથકો એટલે કે 29 હજાર 140 પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને 2024ની સેમિફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે. જ્યારે ભાજપ દક્ષિણ ભારતમાં તેનો એકમાત્ર ગઢ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ મિશન-દક્ષિણ હેઠળ કર્ણાટકમાં સત્તા પર પાછા ફરવા માટે બેતાબ છે. જેડીએસ ફરી એકવાર કિંગમેકર બનવા માટે ઝઝૂમી રહી છે. કર્ણાટકની ચૂંટણી પર માત્ર રાજ્યની જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati