AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor Khan: કારથી પાપારાઝીને ઈજા થઈ ત્યારે કરીનાએ ડ્રાઈવર પર પાડી બૂમો, જુઓ વીડિયો

મલાઈકા અરોરાને મળીને કરીના જ્યારે તેના ઘરેથી પાછી જઈ રહી હતી, ત્યારે જ ત્યાં અકસ્માત થયો હતો. વાસ્તવમાં, જ્યારે કરીના નીચે આવી ત્યારે ઘણા પાપારાઝી પણ ત્યાં હાજર હતા.

Kareena Kapoor Khan: કારથી પાપારાઝીને ઈજા થઈ ત્યારે કરીનાએ ડ્રાઈવર પર પાડી બૂમો, જુઓ વીડિયો
karina kapoor Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:55 AM
Share

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તેની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાના (Malaika Arora) ઘરે તેની હાલત પૂછવા પહોંચી હતી. અકસ્માત બાદ કરીના પહેલીવાર મલાઈકાના ઘરે ગઈ હતી. મલાઈકા અરોરાને મળીને કરીના જ્યારે તેના ઘરેથી પાછી જઈ રહી હતી ત્યારે જ ત્યાં અકસ્માત થયો હતો. વાસ્તવમાં, જ્યારે કરીના નીચે આવી ત્યારે ઘણા પાપારાઝી પણ ત્યાં હાજર હતા. ફોટો લેતી વખતે એક પાપારાઝીને કરીનાની કારથી (Kareena Kapoor Car) ઈજા થઈ હતી. કરીના તે સમયે મલાઈકાનું ઘર છોડીને જઈ રહી હતી અને પાપારાઝી તેની સામે હતા. તો ત્યાં કરીનાની કાર પાપારાઝીની પાછળ હતી. કરીનાની ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી. ત્યારે જ એક પાપારાઝીને કરીનાની કારથી તેના પગમાં ઈજા થવાની હતી કે, કરીનાએ તેના ડ્રાઈવર પર બૂમો પાડી. વીડિયોમાં કરીના કહેતી જોવા મળી રહી છે- ‘પેછે જા યાર’.

કરીના કપૂરે પાપારાઝી માટે ડ્રાઈવર પર પાડી બૂમો

આ દરમિયાન કરીના ખૂબ જ કેરિંગ હાવભાવ સાથે જોવા મળી હતી. કરીના વ્હાઇટ લૂઝ ટી-શર્ટ-બ્લેક ટ્રાઉઝર અને પિંક શૂઝ પહેરેલી જોવા મળી હતી. આ લુકમાં કરીના ખૂબ જ શાનદાર લાગી રહી હતી. પરંતુ કરીના તેની ફ્રેન્ડ મલાઈકાને મળવા આવી હતી અને પછી કારની નજીક આ ઘટના થતાં જ કરીનાએ ઉશ્કેરાઈને ડ્રાઈવર પર બૂમો પાડી હતી.

આ દરમિયાન કરીના પાપારાઝીને કહેતી પણ જોવા મળી હતી- ‘આવી રીતે ન દોડો, તમે કેમ દોડી રહ્યા છો?’ આ વીડિયો વાઈરલ ભૈયાનીએ ઈન્સ્ટા પર શેયર કર્યો છે. આ વીડિયોના કેપ્શન પર લખવામાં આવ્યું છે કે- ‘આ પાપારાઝીની બીજી બાજુ જ્યાં સ્ટાર્સને કેપ્ચર કરતી વખતે રિસ્ક પણ લેવું પડે છે. કરીના જ્યારે મલાઈકાના ઘરેથી નીકળી રહી હતી ત્યારે અમારા એક સાથીનો પગ કરીનાની કાર નીચે આવી ગયો હતો.’

મિત્રની હાલત પૂછવા ગઈ અભિનેત્રી

કરીના કપૂરની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાનો રોડ એક્સિડન્ટ થયો હતો જેમાં તે ઘાયલ થઈ હતી. આવી સ્થિતિમાં મલાઈકાના નજીકના મિત્રો તેને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. કરીના પણ મલાઈકાને મળવા અને તેની ખબર પૂછવા આવી હતી. શનિવારે મલાઈકાની કારનો અકસ્માત થયો હતો. આ પછી મલાઈકાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મલાઈકા એક દિવસ હોસ્પિટલમાં રહી, જોકે તેને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. હવે મલાઈકા બેડ રેસ્ટ પર છે. તેની બહેન અમૃતા અરોરા અને અર્જુન કપૂર પણ મલાઈકાની હાલત પૂછવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Sunny Leone લાલ સાડીમાં પતિ સાથે બાસ્કેટબોલ રમતી જોવા મળી, જુઓ વીડિયો

આ પણ વાંચો: ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક અરુજ આફતાબ કોણ છે ? જાણો અહીંયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">