AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમિર ખાનને પગે લાગ્યો કપિલ શર્મા, મિસ્ટર પરફેક્શનિસ્ટે કોમેડિયનને કરી ફરિયાદ, જુઓ Viral Video

હાલમાં પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા 3 ની એક ટ્રેલર લોન્ચ ઈવેન્ટ રાખવામાં આવી હતી, આ ઈવેન્ટમાં આમિર ખાનથી (Aamir Khan) લઈને કપિલ શર્મા જેવા સેલેબ્સે હાજરી આપી હતી. આ ઘટનાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં કપિલ શર્મા આમિર ખાનને પગે લાગી રહ્યો છે.

આમિર ખાનને પગે લાગ્યો કપિલ શર્મા, મિસ્ટર પરફેક્શનિસ્ટે કોમેડિયનને કરી ફરિયાદ, જુઓ Viral Video
Aamir Khan - Kapil Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 4:06 PM
Share

Punjab: કપિલ શર્માની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ જોરદાર ફેન ફોલોઈંગ છે. તેને સામાન્ય લોકો દ્વારા જ નહીં પરંતુ સેલિબ્રિટીઓ દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજ સુધી કોમેડિયનના ટીવી શો ધ કપિલ શર્મા શોમાં ઘણી સેલિબ્રિટીએ ભાગ લીધો છે, પરંતુ આમિર ખાન આજ સુધી તેના કોમેડી શોમાં જોવા મળ્યો નથી. આમિર ખાને એક ઈવેન્ટમાં કપિલને આ વિશે ફરિયાદ કરી છે. આ સાથે કપિલ શર્મા આમિરને (Aamir Khan) પગ લાગે છે, જેને જોઈને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આમિર ખાનને પગે લાગ્યો કપિલ શર્મા

હાલમાં પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા 3 ના ટ્રેલર લોન્ચ પર ઘણા બધા સ્ટાર્સ જોવા મળ્યા હતા. જેમાં કપિલ શર્મા અને આમિર ખાને પણ ભાગ લીધો હતો. કપિલ જ્યારે સ્ટેજ પર આવ્યો ત્યારે તે આમિરને પગે લાગ્યો, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો કપિલના જોરદાર વખાણ કરી રહ્યા છે. લોકો તેને સંસ્કારી કહી રહ્યા છે. આ ઈવેન્ટમાં બંને સેલેબ્સે લોકોનું ઘણું મનોરંજન કર્યું અને ઘણી બધી વસ્તુઓ શેર કરી.

અહીં જુઓ વાયરલ વીડિયો

કપિલનો મોટો ફેન છે આમિર

આ ઈવેન્ટમાં આમિર ખાને કપિલ શર્મા વિશે ઘણું કહ્યું. આમિરે કહ્યું કે તેને દરરોજ રાત્રે સૂતા પહેલા કોમેડી જોવાનું પસંદ છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે કપિલનો શો જોઈ રહ્યો છે. આમિરે કહ્યું કે તે કપિલનો મોટો ફેન બની ગયો છે. એક્ટરે કહ્યું, ‘લોકોનું મનોરંજન કરવું એક મોટું કામ છે. હું તમને અહીં જોઈને ખુશ છું.

આ પણ વાંચો : Aamir Khan Video: ભાંગડા કરતો આમિર ખાનનો વીડિયો થયો વાયરલ, ફિલ્મના પ્રમોશન દરમિયાન કર્યો જોરદાર ડાન્સ

આમિરે કપિલને ફરિયાદ કરી

આ દરમિયાન આમિર ખાને મજાકિયા અંદાજમાં ફરિયાદ કરી અને કહ્યું, ‘તમે મને શોમાં આમંત્રણ આપ્યું ન હતું. આ ખોટું છે.’ આ સવાલ પર કપિલે જવાબ આપ્યો, ‘અમારું સૌભાગ્ય હશે જ્યારે તમે શોમાં આવશો. જ્યારે પણ આપણે મળ્યા છીએ ત્યારે મેં આમિર ભાઈને વિનંતી કરી છે. તે હંમેશા કહેતા હતા કે હું ક્યાંક જાઉં છું, ચાલો પાછા આવીને વાત કરીએ. કટ ટુ, તેઓ ત્રણ વર્ષ પછી સીધા મળે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">