AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

John Abrahamનો પઠાણમાં છે શાનદાર રોલ, વિલન માટે એકમાત્ર પહેલી પસંદ હતો, વીડિયોમાં જુઓ દમદાર લુક

John Abrahamએ પઠાણના ટીઝરમાં પોતાની એક્ટિંગ બતાવીને બધાને દંગ કરી દીધા છે. જેમાં તે શાહરૂખ ખાનના કટ્ટર દુશ્મનનો રોલ કરે છે તેમજ જ્હોનને ખૂબ જ શાનદાર અવતારમાં રજૂ કરવામાં આવ્યો છે.

John Abrahamનો પઠાણમાં છે શાનદાર રોલ, વિલન માટે એકમાત્ર પહેલી પસંદ હતો, વીડિયોમાં જુઓ દમદાર લુક
Pathaan Movie
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 2:19 PM
Share

તાજેતરમાં જ પોતાના જન્મદિવસના અવસર પર શાહરૂખ ખાને ચાહકોને Pathaanના ટીઝરના રૂપમાં ભેટ આપી હતી. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ ફિલ્મ દ્વારા કિંગ ખાન લાંબા સમય પછી પડદા પર જોવા મળશે. જ્હોન અબ્રાહમે પઠાણના ટીઝરમાં પોતાની એક્ટિંગ બતાવીને બધાને દંગ કરી દીધા છે. જેમાં તે શાહરૂખ ખાનના કટ્ટર દુશ્મનનો રોલ કરે છે તેમજ જ્હોનને ખૂબ જ શાનદાર અવતારમાં રજૂ કરવામાં આવ્યો છે. એક ક્રૂર વિલન જે પૈસા લઈને તેના દુશ્મનનો સંપૂર્ણ નાશ કરવા માંગે છે. સિદ્ધાર્થે કહ્યું કે, માત્ર જ્હોન જ પાત્ર સાથે ન્યાય કરી શકે છે. તે પોતે પણ ઉત્સાહિત હતો કે તેને પઠાણ માટે હા પાડી દીધી છે.

જુઓ પઠાણનું ટિઝર

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

સિદ્ધાર્થ કહે છે, પઠાણને લાર્જર ધેન લાઈફ બનાવવા માટે અમને એક ખતરનાક વિલનની જરૂર હતી. જે લાર્જર ધેન લાઈફ હોય. અમને કોઈ એવી વ્યક્તિ જોઈતી હતી જે નિર્દય તેમજ શાલીન હોય અને જેની સ્ક્રીન પર હાજરી સ્ક્રીનને આગ લગાડે તેવી હોય, જે બધા જ ગુણો જ્હોનમાં જોવા મળ્યા છે. પઠાણમાં વિલનનું પાત્ર જ્હોન અબ્રાહમને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું.

વીડિયોમાં જુઓ જ્હોનનો શાનદાર લુક

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

વિલન તરીકે જ્હોનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ

સિદ્ધાર્થ ઉમેરે છે, તે અમારી પહેલી અને એકમાત્ર પસંદગી હતી અને અમને ખાતરી હતી કે અમને એવો ખલનાયક જોઈએ છે, જેને હંમેશા યાદ કરવામાં આવે. મને એ જોઈને આનંદ થાય છે કે શાહરૂખ ખાનને હરીફ કરતા બ્લડ-ક્લોટિંગ, એડ્રેનાલાઈન-પમ્પિંગ વિલન તરીકે જ્હોનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે તેને દરેક અર્થમાં યુનિક બનાવે છે. જ્હોન સ્ક્રીન પર પઠાણનો સંપૂર્ણ વિરોધી છે અને અમે તેની પ્રતિસ્પર્ધાને શાનદાર બનાવી છે. તે રોમાંચક મુકાબલો બનવા જઈ રહ્યો છે.

આ દિવસે થિયેટરોમાં થશે રિલીઝ

સિદ્ધાર્થે વધુમાં કહ્યું, અમારા માટે પઠાન માત્ર એક ફિલ્મ નથી, તે એક લાગણી છે કારણ કે અમારું લક્ષ્ય ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોટા ઓન-સ્ક્રીન આઈકોન્સમાંના એક સાથે સૌથી મોટું એક્શન સ્પેક્ટેકલ બનાવવાનું છે. 25 જાન્યુઆરી, 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">