કેટલા કરોડમાં બની ‘જવાન’ ફિલ્મ ? શાહરુખ થી લઈને દીપિકા સુધીના સ્ટાર્સને મળશે આટલી મોટી રકમ
આજે દરેક બોલિવૂડ ફેન્સ શાહરુખ ખાનની નવી ફિલ્મ જવાનની (JAWAN) ચર્ચા થઈ રહી છે. શાહરુખ ખાનના ફેન્સ ભારે ઉત્સાહમાં છે. તેઓ એક જ વાત વારંવાર કહી રહ્યા છે કે વાપસી હોય તો આવી. વર્ષ શરુઆત આટલી જોરદાર હોય તો અંત પણ ધમાકેદાર હોવો જ જોઈએને. વર્ષ 2023ની શરુઆતમાં જ સુપરસ્ટાર શાહરુખ ખાને પઠાણ ફિલ્મથી જોરદાર વાહવાહી મેળવી હતી.

Mumbai : વર્ષ 2023ની શરુઆતમાં જ સુપરસ્ટાર શાહરુખ ખાને પઠાણ ફિલ્મથી જોરદાર વાહવાહી મેળવી હતી. 4 વર્ષ બાદ શાહરુખ ખાને હિન્દી સિનેમાના બધા રેકોર્ડ તોડયા છે. આજે દરેક બોલિવૂડ ફેન્સ શાહરુખ ખાનની નવી ફિલ્મ જવાનની (JAWAN) ચર્ચા થઈ રહી છે. શાહરુખ ખાનના ફેન્સ ભારે ઉત્સાહમાં છે. તેઓ એક જ વાત વારંવાર કહી રહ્યા છે કે વાપસી હોય તો આવી. વર્ષ શરુઆત આટલી જોરદાર હોય તો અંત પણ ધમાકેદાર હોવો જ જોઈએને.
7 સપ્ટેમ્બરે દેશના તમામ થિયેટરોમાં શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મો કરોડો રુપિયાની કમાણી કરી હતી. શાહરુખ ખાન ડાયરેક્ટર એટલી સાથે મળીને ફેન્સ વચ્ચે નવી ઈનિંગ્સ શરુ કરવા ઉતર્યા છે. 31 ઓગસ્ટના દિવસે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યુ હતુ. એનર્જેટિક ટ્રેલરને કારણે ફેન્સને આ ફિલ્મની આશા બંધાઈ ગઈ હતી.
આ પણ વાંચો : Photos: રેડ શરારા સેટમાં મીરા રાજપૂત આપી રહી છે ફેસ્ટિવ ફેશન ગોલ્સ, આ રીતે લુકને કરો રીક્રિએટ
જવાન ફિલ્મનું બજેટ કેટલું ?
આ ફિલ્મમાં કિંગ ખાન શાહરુખ ખાન લીડ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મના નયનતારા અને દીપિકા સહિતના કલાકરો પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું કુલ બજેટ 300 કરોડ રુપિયા છે. વર્ષ 2023ની આ સૌથી મોંઘી ફિલ્મ છે. શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સુનીલ ગ્રોવર, સાન્યા મલ્હોત્રા, નયનતારા અને વિજય સેતુપતિ સહિતના સ્ટાર્સ જોવા મળશે.
આ પણ વાંચો : Jawan Girl Gang: ‘જવાન’ની ગર્લ ગેંગને મળો, શાહરૂખ ખાને આ 5 યુવતીઓના જોરે મચાવી ધમાલ !
જવાન ફિલ્મ માટે દરેક સ્ટાર્સને કેટલા કરોડના ચેક મળશે ?
શાહરુખ ખાન – કિંગ ખાન આ ફિલ્મમાં 2 રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેમનું નામ વિક્રમ છે. મીડિયા રિપોર્ટસ, અનુસાર શાહરુખ ખાનને આ ફિલ્મ માટે 100 કરોડ રુપિયા માંગ્યા હતા. શાહરુખ ખાનને આ ફિલ્મની કમાણીના 60 ટકા શેર પણ મળશે.
દીપિકા પાદુકોણ – તે આ ફિલ્મમાં સ્પેશ્યિલ કેમિયોમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, દીપિકાએ આ ફિલ્મ માટે 15 થી 30 કરોડની વચ્ચેની રકમ માંગી છે.
આ પણ વાંચો : Jawan Movie Review : જવાનમાં શાહરુખ ખાન-એટલીએ કર્યું અદ્ભુત કામ, તમે નહીં જોયો હોય નોર્થ-સાઉથનો આવો મેળ
નયનતારા – સાઉથની અભિનેત્રી નયનતારા આ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે વિક્રમનો સાથ આપતી જોવા મળશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેણે આ ફિલ્મ માટે 10 કરોડ ચાર્જ કર્યા છે.
પ્રિયામણિ – ચેન્નાઈ એક્સપ્રેસ બાદ પ્રિયામણિ શાહરુખ ખાન સાથે બીજીવાર જોવા મળશે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ આ ફિલ્મ માટે 2 કરોડ રુપિયા ચાર્જ કર્યા છે. તે શાહરુખ ખાનની ગર્લ ગેંગનો ભાગ હશે.
વિજય સેતુપતિ – તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી બધી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. રિપોર્ટ અનુસાર, અભિનેતાએ આ ફિલ્મ માટે 21 કરોડ રુપિયા માંગ્યા હતા.