Indian Telly Awards : MTV Hustle 2.0 મોટા એવોર્ડની રેસમાં, આ ટીવી શો સાથે કરશે સ્પર્ધા
Indian Telly Awards : ઈન્ડિયન ટેલી એવોર્ડ્સ 25 એપ્રિલ 2023ના રોજ થવા જઈ રહ્યા છે. તે અંગે જબરદસ્ત માહોલ બની રહ્યો છે. આ એવોર્ડ શોમાં ઘણી મોટી સિરિયલો અને સ્ટાર્સ નોમિનેટ થયા છે. થોડાં જ દિવસોમાં ખબર પડી જશે કે આ એવોર્ડનો ખરો હકદાર કોણ છે.
Indian Telly Awards 2023 List : ઈન્ડિયન ટેલી એવોર્ડ્સ 2023, ટેલિવિઝન વિશ્વમાં સૌથી વધુ ચર્ચિત એવોર્ડ શોમાંનો એક, હાલમાં પ્રસિદ્ધિમાં છે. આ એવોર્ડ શોમાં ટીવીની દુનિયાની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને એવોર્ડ આપવામાં આવે છે. શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ શો સહિત ઘણી કેટેગરીમાં છે. આ કેટેગરીમાંથી એક ટેલિવિઝન મનોરંજન શો પણ છે. આ કેટેગરીમાં નોમિનેશનની યાદી બહાર આવી છે.
આ પણ વાંચો : Indian Telly Awards : છોટી અનુથી લઈને સાવી સુધી, આ 4 બાળ કલાકારો બેસ્ટ બાળ એક્ટ્રેસ માટે થયા નોમિનેટ
આ વિશેષ કેટેગરી માટે ચાર શો પસંદ કરવામાં આવ્યા છે. આ શો ટીવીની દુનિયાના સૌથી મનોરંજક શોમાંથી એક છે અને દર્શકોને પણ આ શો ખૂબ પસંદ આવ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ શો વિશે જેણે વર્ષ 2022માં ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું.
View this post on Instagram
- 1 – MTV Hustle 2.0 – છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં રેપ ગીતોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઘણા નવા રેપર્સ પોતાનું નસીબ અજમાવવા માંગે છે અને તેઓ પોતાના રેપ ગીતો દ્વારા દેશના લોકોને એક ખાસ સંદેશ આપવા માંગે છે. બાય ધ વે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આ માટે એક પ્લેટફોર્મ છે પરંતુ MTV Hustle 2.0 જ્યાં દૂર-દૂરથી રેપ કલાકારોનો જમાવડો છે અને એકથી એક પ્રતિભાશાળી પ્રદર્શન જોવા મળે છે.
- 2 – મીકા દી વોહટી – આ એક સ્વયંવર શો હતો. જેમાં મીકા સિંહ મુખ્ય પાત્ર હતો. શોમાં તે પોતાની પસંદની પરફેક્ટ દુલ્હનની શોધમાં હતો. તેમાં ઘણી સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો અને સિંગર મીકા સિંહનું દિલ જીતવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.
- 3 – રવિવાર વિથ સ્ટાર પરિવાર – આ એક ગેમ શો હતો. જે સ્ટાર પ્લસ પર પ્રસારિત થયો હતો. આ શોમાં ઘણા પ્રખ્યાત ટીવી કલાકારોએ પરફોર્મ કર્યું હતું. તેની પ્રથમ સિઝનમાં કુલ 16 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના સહિતના ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. ચાહકોને પણ આ શો ઘણો પસંદ આવ્યો.
- 4 – ઉમંગ 2022- આ એક ખાસ એવોર્ડ શો હતો. જેમાં બોલિવૂડ અને ટીવી જગતના સ્ટાર્સે એકસાથે પરફોર્મ કર્યું હતું અને મુંબઈ પોલીસને ટ્રિબ્યૂટ આપી હતી. ચાહકોને આ એવોર્ડ શો ઘણો પસંદ આવ્યો.
View this post on Instagram
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, વર્ષ 2022ના આ પ્રખ્યાત એવોર્ડ શોમાંથી કોને એવોર્ડ મળે છે. ચારેય શો વચ્ચે જોરદાર સ્પર્ધા છે અને ચાહકોએ ચારેય શોને પૂરેપૂરું સન્માન આપ્યું હતું.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…