AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Vijay Deverakonda : વિજય દેવેરાકોંડા ખૂબ જ છે સ્ટાઈલિશ, સૂટ-બૂટથી લઈને સામાન્ય કપડાંમાં પણ નીખરે છે પર્સનાલિટી

અભિનેતાની લક્ઝરી લાઈફ (Vijay Deverakonda) વિશે વાત કરીએ તો, તે સ્ટાઈલની બાબતમાં અદ્ભુત છે. એક્ટર Vijay Deverakonda કરોડોની સંપત્તિ અને આલીશાન બંગલાના માલિક છે. જ્યારે એક સમય એવો હતો જ્યારે અભિનેતાના ખિસ્સામાં ભાડું ચૂકવવા માટે એક પૈસો પણ નહોતો.

Happy Birthday Vijay Deverakonda : વિજય દેવેરાકોંડા ખૂબ જ છે સ્ટાઈલિશ, સૂટ-બૂટથી લઈને સામાન્ય કપડાંમાં પણ નીખરે છે પર્સનાલિટી
happy birthday vijay deverakonda
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 2:50 PM
Share

Vijay Deverakonda Birthday: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાનો આજે એટલે કે 9મી મેના રોજ જન્મદિવસ છે. અભિનેતા 33 વર્ષનો થઈ ગયો છે. હૈદરાબાદમાં જન્મેલા વિજય સાઉથમાં (Vijay Deverakonda Age) તેમના જબરદસ્ત અભિનય અને મહાન વ્યક્તિત્વ માટે જાણીતા છે. અભિનેતાનું કામ એટલું દમદાર છે કે તેની ફિલ્મના દરેક રોલમાં તે ચાહકો માટે રોલ મોડલ બની જાય છે. અભિનેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. આવી સ્થિતિમાં તે પોતાની લિવિંગ સ્ટાઈલ અને આર્ટ લિવિંગ (Vijay Deverakonda Style) સાથે સંબંધિત તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતો રહે છે. તાજેતરમાં અભિનેતાએ પોસ્ટ કરેલી સૌથી સ્ટાઇલિશ તાજેતરની તસવીર 12 એપ્રિલની છે. આ તસવીરમાં અભિનેતા વિદેશમાં ખુશનુમા વાતાવરણ વચ્ચે વાઇન અને જમવાનો આનંદ લેતો જોવા મળે છે. આ ફોટોને કેપ્શન આપવામાં આવ્યું છે – ઓહ ધ ફૂડ. આ સિવાય, અભિનેતા સૂટ-બૂટથી લઈને સામાન્ય ડ્રેસિંગ સુધી ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે ( Most Stylish Images of Vijay Deverakonda).

અહીં જુઓ, અભિનેતાની સ્ટાઇલિશ તસવીર..

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

અભિનેતાએ તાજેતરની બીજી એક તસવીર પણ શેયર કરી છે. જેમાં તે હાથમાં બિયરના ગ્લાસ સાથે જોવા મળે છે. ફોટામાં અભિનેતા એક રેસ્ટોરન્ટમાં ચીલ અંદાજમાં જોવા મળે છે, સામે જંક ફૂડ રાખવામાં આવ્યું છે. આ તસવીર જોઈને અભિનેતાના એક ચાહકની કોમેન્ટ જોવા મળી છે, જે સૌથી ઉપર પોપ અપ છે. કમેન્ટ્સમાં ચાહકેએ પણ જાહેર કર્યું છે કે, અભિનેતાની જીવનશૈલી ઝડપથી બદલાઈ ગઈ છે.

કોમેન્ટમાં કહેવામાં આવ્યું છે- ‘મેં તમારામાં ઘણા બદલાવ જોયા છે. તમે પહેલાં કરતા ખૂબ જ અલગ વ્યક્તિત્વ છો. જેમ તમે સફળ થઈ રહ્યા છો, તમે ઉચ્ચ કક્ષાના બની રહ્યા છો. તમારું વ્યક્તિત્વ અદભૂત બની ગયું છે. તમે કોઈ પણ આધાર વિના આટલી મહેનત કરી છે અને અહીં સુધી પહોંચ્યા છો. ભવિષ્યમાં તમે વધુ સારું કરો.

અભિનેતાની તે તસવીર અહીં જુઓ…

અભિનેતાની લક્ઝરી લાઈફની વાત કરીએ તો તે સ્ટાઈલની બાબતમાં શાનદાર છે. એક્ટર વિજય દેવેરાકોંડા કરોડોની સંપત્તિ અને આલીશાન બંગલાના માલિક છે. જ્યારે એક સમય એવો હતો જ્યારે અભિનેતાના ખિસ્સામાં ભાડું ચૂકવવા માટે એક પૈસો પણ નહોતો. આજે સંપત્તિએ સ્ટાર વિજયના પગ ચુમ્યા છે. આ સાથે અભિનેતાની રહેવાની શૈલી પણ ખૂબ જ સ્ટાઇલિશ અને લક્ઝરીથી ભરેલી છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">