Bollywood Vs South Movies : સાઉથમાં ચાલતો નથી હિન્દી ફિલ્મોનો જાદુ ! હવે અજય દેવગણે તોડ્યું મૌન

'હિન્દી ભાષા' અને ફિલ્મોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે અજય દેવગને હવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્વિટ (Ajay Devgn Tweet) કરીને પોતાનું મૌન તોડ્યું છે. આ દિવસોમાં અજય દેવગન તેની ફિલ્મ 'રનવે 34'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Bollywood Vs South Movies : સાઉથમાં ચાલતો નથી હિન્દી ફિલ્મોનો જાદુ ! હવે અજય દેવગણે તોડ્યું મૌન
ajay devgan tweet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 2:15 PM

અજય દેવગનની (Ajay Devgn) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. બોલિવૂડના સુપરસ્ટારની આ દિવસોમાં તેના બેબાક જવાબ માટે ઘણી પ્રશંસા થઈ રહી છે. કિચ્ચા સુદીપાના (Kichcha Sudeepa) ટ્વીટને કારણે સર્જાયેલી હલચલ પર અભિનેતાએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ‘હિન્દી ભાષા’ અને ફિલ્મોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે અજય દેવગને (Ajay Devgn Tweet) હવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્વિટ કરીને પોતાનું મૌન તોડ્યું છે. આ દિવસોમાં અજય દેવગન તેની ફિલ્મ ‘રનવે 34’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજય દેવગનને પૂછવામાં આવ્યું કે ‘બૉલીવુડની ફિલ્મો સાઉથમાં સારો દેખાવ કરતી નથી!’

અજય દેવગણે શું કહ્યું?

આવી સ્થિતિમાં અજયે તેના જવાબમાં કહ્યું- ‘એવું નથી કે અહીંની ફિલ્મો ત્યાં નથી જતી. કોઈએ પ્રયાસ કર્યો નથી. નોર્થની ફિલ્મને સાઉથમાં મોટા પાયે રિલીઝ કરવાનું કોઈએ વિચાર્યું પણ નહોતું. જો કોઈ પ્રયત્ન કરશે, તો તે ચોક્કસપણે થશે. તેમની ફિલ્મો સારી છે, આ ફિલ્મો અહીં પણ સારો દેખાવ કરી રહી છે. અમારી ફિલ્મો પણ ચાલી રહી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

અભિનેતાએ લીધો હિન્દીનો પક્ષ

અભિનેતાએ આગળ કહ્યું- ‘તેનો પ્લાન છે કે તેણે નોર્થમાં પણ ફિલ્મો રિલીઝ કરવી છે. તેથી જ તે નોર્થના કલાકારોને લઈ રહ્યો છે. તે તેના અનુસાર સ્ક્રિપ્ટ બનાવે છે. જેથી પૈન ઈન્ડિયા ચાલે.’ તમને જણાવી દઈએ કે આ પહેલા સાઉથના એક્ટર કિચ્ચા સુદીપે હિન્દી ભાષાને લઈને એક ટ્વીટ કર્યું હતું, જેના જવાબમાં એક્ટરે કહ્યું- ‘કિચ્ચા સુદીપ મારા ભાઈ, જો તમારા મતે હિન્દી અમારી પાસે રાષ્ટ્રભાષા નથી, તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે. જન ગણ મન .’

અજય દેવગનનું ટ્વીટ અહીં જુઓ….

અજય દેવગનની આ પોસ્ટ પછી કિચ્ચા સુદીપે તેને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે- ‘હેલો અજય સર, હું જે સંદર્ભમાં વાત કરી રહ્યો હતો તે અલગ હતી, જે તમારા સુધી પહોંચી તે ખૂબ જ અલગ છે. તે તમને દુઃખી કરવા માટે નથી અથવા સાબિત કરવા કે ચર્ચા કરવા માટે તે નથી. હું આવું કેમ કરુ સાહેબ.’

અજય દેવગણે તાજેતરમાં જ એસએસ રાજામૌલીની સુપર બ્લોકબસ્ટર હિટ ફિલ્મ RRRમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો

આ પણ વાંચો:  Pratik Gandhi Birthday : એક વેબ સિરીઝે બદલ્યું નસીબ, પછી ફિલ્મોમાં અજમાવ્યો હાથ

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">