Happy Birthday Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડીઝના જન્મદિવસ પર મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કર્યું 11 કરોડનું દાન, જાણો એક્ટ્રેસની નેટવર્થ

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસના (Jacqueline Fernandez) જન્મદિવસ પર મહાઠગ સુકેશ ચંદ્રશેખરે 'પેટા'ને (PETA) 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેને કહ્યું કે પ્રાણીઓ પ્રત્યે જેકલીનનો પ્રેમ અને સમર્પણ જોઈને તેણે આ રકમ PETAને આપવાનો નિર્ણય કર્યો.

Happy Birthday Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડીઝના જન્મદિવસ પર મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કર્યું 11 કરોડનું દાન, જાણો એક્ટ્રેસની નેટવર્થ
Jacqueline Fernandez
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 8:51 AM

કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) જેલમાં હોવા છતાં કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે અને પત્રો લખવી તેની આદત બની ગઈ છે. હાલમાં સુકેશ ચંદ્રશેખરે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસના (Jacqueline Fernandez) જન્મદિવસ પર પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા ‘PETA’ને 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

PETAને જન્મદિવસ પર આપી ભેટ

સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલ દ્વારા પેટાને લખેલા પત્રમાં કહ્યું કે જેકલીન પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. તે તેમના માટે શેલ્ટર હોમ બનાવવા માંગે છે. હું આ રકમ તેના જન્મદિવસ નિમિત્તે ભેટ તરીકે આપી રહ્યો છું. તેને લખ્યું છે કે જેકલીનને તેના આ મહેલમાંથી ઘણી ખુશી મળશે. સુકેશે પેટાને લખેલા પત્રમાં એમ પણ કહ્યું હતું કે તે શેલ્ટર હોમ બનાવવા માટે આગામી 5 વર્ષ સુધી પેટાને જાળવણી માટે દર વર્ષે 2 કરોડ રૂપિયા આપવાનું ચાલુ રાખશે. તેને વિનંતી કરી છે કે પેટા આ રકમથી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં શેલ્ટર હોમ બનાવી શકે છે અને તેમાં પ્રાણીઓ રાખી શકે છે.

સુકેશ ચંદ્રશેખરે પત્રમાં આગળ લખ્યું છે કે તેઓ આ રકમ તેમની કાયદેસરની આવકના સ્ત્રોતમાંથી પેટાને આપી રહ્યા છે. આ રકમ પર તે સરકારને ટેક્સ પણ ચૂકવે છે. આ રકમ તે પોતાની એનજીઓ અને ફાઉન્ડેશન તરફથી સંસ્થાને આપી રહ્યો છે. આ રકમ તેની સામે ચાલી રહેલા વિવિધ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. આ રકમ સંપૂર્ણપણે કરપાત્ર છે. તેને લખ્યું છે કે જેકલીનના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ અને સમર્પણને ધ્યાનમાં રાખીને તેણે આ રકમ પેટાને આપવાનો નિર્ણય કર્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જેકલીન ફર્નાન્ડીઝ નેટ વર્થ

CAKnowledge ના રિપોર્ટ મુજબ (મે 2023 સુધીમાં) શ્રીલંકન મોડલ અને એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝની કુલ સંપત્તિ 13 મિલિયન અમેરિકન ડોલર (રૂ. 101 કરોડ) છે.

જેકલીન ફર્નાન્ડીઝનું કરિયર

જેકલીન ફર્નાન્ડિઝે મિસ યુનિવર્સ-શ્રીલંકાનો ખિતાબ જીત્યો. તે સુંદર પોલ ડાન્સર છે. 2009 માં, જેક્લીને રિતેશ દેશમુખ અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ અલાદ્દીન દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ 2011 ની સસ્પેન્સ થ્રિલર મર્ડર 2 તેની પ્રથમ બોક્સ ઓફિસ હિટ માનવામાં આવે છે અને તેણે તેના બ્રેકઆઉટ પ્રદર્શનની ઝલક આપી હતી.

આ પણ વાંચો: Suniel Shetty Netwoth: ફિલ્મોથી અંતર બનાવીને પણ કરોડોમાં કમાય છે સુનીલ શેટ્ટી, જાણો કયા બિઝનેસનો છે માલિક

ત્યારબાદ તેણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં રેસ 3, હાઉસ ફુલ 2 અને હાઉસ ફુલ 3 સામેલ છે. તેની અત્યાર સુધીની સૌથી સફળ બોલિવુડ ફિલ્મોમાંની એક કિક છે. તેની અપકમિંગ ફિલ્મોમાં જ્હોન અબ્રાહમ સાથે એટેક, અક્ષય કુમાર અને દિશા પટાની સાથે વેલકમ 3 અને મનોજ બાજપેયી સાથે એક્યક્લુસિવ નેટફ્લિક્સ પ્રોડક્શન મિસિસ સિરિયલ કિલરનો સમાવેશ થાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">