મુંબઈના બિઝનેસમેન સાથે કરશે લગ્ન હંસિકા મોટવાની, 450 વર્ષ જૂના કિલ્લામાં લેશે સાત ફેરા
રિપોર્ટ્સ મુજબ હંસિકા મોટવાની (Hansika Motwani) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેના લગ્ન જયપુરમાં થશે. લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બરમાં એક્ટ્રેસ સાત ફેરા લેવા જઈ રહી છે.

બોલિવૂડની વધુ એક એક્ટ્રેસ (Bollywood Actress) લગ્નના બંધનમાં બંધાવાની છે. હંસિકા મોટવાનીએ (Hansika Motwani) પોતાના લગ્નને લઈને ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. હંસિકા મોટવાની ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તે કોઈ એવી જગ્યા પર નહિ પરંતુ દુનિયાભરમાં ટૂરિસ્ટ પ્લેસ માટે ફેમસ રાજસ્થાનમાં બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાની સાત ફેરા લેશે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢાની જેમ હવે હંસિકા મોટવાની પણ ઐતિહાસિક અંદાજમાં લગ્ન કરશે. રિપોર્ટ્સનું માનીયે તો તે કોની સાથે લગ્ન કરશે તેની માહિતી મળી નથી. પરંતુ, એવું સામે આવ્યું છે કે એક્ટ્રેસ મુંબઈના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે.
રિપોર્ટ મુજબ વિકી કૌશલ અને કેટરિના કૈફની જેમ હવે હંસિકા મોટવાની પણ જયપુરના મુંડોતા ફોર્ટ અને પેલેસમાં લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન આ વર્ષે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં થશે. એટલું જ નહીં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા પછી ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે અને તે જાણવા માટે આતુર પણ છે કે હંસિકા મોટવાની કોની સાથે લગ્ન કરવા જઈ રહી છે.
કોની સાથે લગ્ન કરશે હંસિકા મોટવાની
હંસિકા મોટવાનીના લગ્નના સમાચાર બાદ તેના ભાવિ પતિને લઈને ફેન્સ સતત ચર્ચા કરી રહ્યા છે. પરંતુ એવા સમાચાર સામે આવ્યા છે કે એક્ટ્રેસ એક પોલિટિશિયનના પુત્ર સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેનો વર પણ મુંબઈનો ફેમસ બિઝનેસમેન છે. આ સિવાય તેનું નામ શું છે તે વિશે હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી.
View this post on Instagram
આ સ્ટાર્સે પણ લગ્ન કર્યા હતા રાજસ્થાનમાં લગ્ન
હંસિકા મોટવાની પહેલા ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ, રવિના ટંડન અને અનિલ થડાની, નીલ નીતિન મુકેશ અને રૂકમણી સહાય, પ્રિયા સચદેવા અને વિક્રમ ચટવાલ સહિત હોલીવુડ એક્ટ્રેસ એલિઝાબેથ હર્લે અને અરુણ નાયર જેવા ઘણાં સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે.
View this post on Instagram
બાળ કલાકાર તરીકે કરી હતી કરિયરની શરૂઆત
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, હંસિકા મોટવાનીએ તેના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે ટીવી સિરિયલોથી લઈને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં બાળ કલાકારની ભૂમિકા પણ ભજવી હતી . આ સિવાય હંસિકા હિમેશ રેશમિયા સાથેની એક ફિલ્મમાં પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી છે.