બે વાર લગ્ન કર્યા હોવા છતાં કમલ હાસન હજી સિંગલ છે, લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nirupa Duva

Updated on: Nov 07, 2022 | 9:51 AM

કમલ હાસન (Kaml Haasan) આજે પોતાનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 7 નવેમ્બર 1954ના રોજ જન્મેલા કમલની લવ લાઈફ ખૂબ જ રસપ્રદ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે બે-ત્રણ અફેર હોવા છતાં પણ એક્ટર સિંગલ છે.

બે વાર લગ્ન કર્યા હોવા છતાં કમલ હાસન હજી સિંગલ છે, લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ
બે વાર લગ્ન કર્યા હોવા છતાં કમલ હાસન હજી સિંગલ છે
Image Credit source: Instagram

કમલ હાસન (Kaml Haasan) ઈન્ડસ્ટ્રીનો એ સ્ટાર છે જેનો જલવો આજે પણ ઈન્ડસ્ટ્રીમાં યથાવત છે. પોતાના દમ પર એક્ટિગથી લઈ સાઉથથી લઈ બોલિવુડ ફિલ્મી કરિયર શરુ કર્યું હતુ. આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કમલે બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિયર શરુ કર્યું હતુ. ત્યારબાદ તેણે વર્ષ 1975માં ડેબ્યુ કર્યું હતુ, પોતાની ફિલ્મોની સાથે -સાથે અભિનેતા હંમેશા પોતાની લવ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તો ચાલો જાણીએ 2 વખત લગ્ન કર્યા બાદ પણ આજે પણ કમલ હાસન સિંગલ કેમ છે ?

7 નવેમ્બર 1954ના રોજ જન્મેલા કમલ હાસન પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે. વર્ષ 1975માં તેમણે ફિલ્મ અપૂર્વા રાંગરાલથી પોતાનું ડેબ્યુ કર્યું હતુ. આજે અભિનેતા પોતાનો 68મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. કમલ હાસને પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે પરંતુ તે તેની પર્સનલ લાઈફને લઈ અસફળ રહ્યો છે. રિપોર્ટસ અનુસાર કમલ હાસને 2 વખત લગ્ન કર્યા અને બંન્નેથી તેમને તલાક મળ્યા હતા.

1978માં વાણી ગણપતિની સાથે લગ્ન કર્યા

મીડિયા રિપોર્ટસ અનુસાર કમલ હાસનના અફેર ખુબ રહ્યા છે કહેવામાં આવે છે કે, તે અત્યારસુધીમાં 5 મહિલાઓ સાથે રહી ચૂક્યો છે. કમલે વર્ષ 1970ના દશકમાં અભિનેત્રી શ્રીવિદ્યાની સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતુ. રિપોર્ટસ મુજબ આ દરમિયાન કમલ હાસન અને શ્રીવિદ્યાના અફેરના અહેવાલો ખુબ વધ્યા હતા પરંતુ બંન્નેના સંબંધો વધુ સમય સુધી ચાલ્યા નહિ ત્યારબાદ કમલે 1978માં વાણી ગણપતિની સાથે લગ્ન કર્યા અને 10 વર્ષ બાદ બંન્ને અલગ થઈ ગયા હતા.

સારિકા-કમલની પુત્રી છે શ્રુતિ હાસન

વાણીથી તલાક બાદ કમલ હાસન અભિનેત્રી સારિકાની સાથે નામ જોડાયું હતુ. રિપોર્ટસ અનુસાર લગ્ન પહેલા બંન્ને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. તેની પુત્રીનું નામ શ્રુતિ હાસન છે. જે આજે ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહી છે.

ઈનડ્સ્ટ્રીમાં આજે પણ એક્ટિવ છે અભિનેતા

આ સિવાય અભિનેતા કમલ હાસન અનેક વખત પોતાના લવ અફેરને લઈ ચર્ચામાં છે. સારિકા બાદ કમલ હાસન 13 વર્ષ સુધી અભિનેત્રી ગૌતમી સાથે લિવ ઈનમાં રહ્યા અને વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા.વર્કફન્ટની વાત કરીએ તો અભિનેતા અનેક પ્રોજેક્ટને લઈ વ્યસ્ત છે. હાલમાં તેની ફિલ્મ વિક્રમે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કર્યું હતુ. આ સિવાય અભિનેતા પાસે અનેક મોટા પ્રોજેક્ટ છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati