AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘લગ્ન પછી બધું બદલાઈ જાય છે’, જાણો કેમ આવું કહ્યું અભિનેતા વરુણ ધવને

વરુણે તેના ઈન્સ્ટા પરથી બીજી પોસ્ટ શેયર કરી છે, જેમાં તે તેના લગ્ન (Varun Dhawan-Natasha Dalal Shadi) વિશે સંકેત આપી રહ્યો છે.

'લગ્ન પછી બધું બદલાઈ જાય છે', જાણો કેમ આવું કહ્યું અભિનેતા વરુણ ધવને
Varun Dhawan NatashaImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 5:53 PM
Share

વરુણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલે (Natasha Dalal) થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા. આ કપલ દરરોજ પોતાની ખુશીની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. વરુણ ધવન અને નતાશા અવારનવાર તેમના પાલતુ કૂતરા સાથે ક્યૂટ તસવીરો શેયર કરે છે. વરુણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેથી ફેન્સને પણ તેની લાઈફમાં ખૂબ જ રસ રહે છે. હવે વરુણે તેના ઈન્સ્ટા પરથી બીજી પોસ્ટ શેયર કરી છે, જેમાં તે તેના લગ્ન (Varun Dhawan-Natasha Dalal Shadi) વિશે સંકેત આપી રહ્યો છે. વરુણે ઈન્સ્ટા પર પોસ્ટ કરેલા તાજેતરના ફોટામાં તે નતાશા સાથે ફેરા ફરતો જોવા મળે છે.

વરુણ ધવને ફોટો શેયર કરીને શું કહ્યું?

આ ફોટો શેયર કરતા વરુણ ધવને કેપ્શનમાં લખ્યું- ‘આ દિવસે અમને આટલો પ્રેમ આપવા બદલ તમારો આભાર, પરંતુ હવે હું તમારા આશીર્વાદ ઈચ્છું છું. કારણ કે લગ્ન પછી બધું જ બદલાઈ જાય છે.’ વરુણના આ કહેવાનો અર્થ શું છે તે સમજવા માટે ઘણા લોકો ઘણું વિચારી રહ્યા હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો કોમેન્ટ બોક્સ પર અનુમાન લગાવતા જોવા મળ્યા – વરુણના જીવનમાં કોઈ મોટો બદલાવ આવશે તો કોઈએ કહ્યું – શું વરુણ પિતા બનવા જઈ રહ્યો છે? તો કોઈએ કહ્યું- ભાઈ તું તારી પત્નીથી દુઃખી થઈ ગયો છે? ઘણા લોકો વરુણની આ તસવીર પર રેડ હાર્ટ આપતા જોવા મળ્યા હતા.

વરુણ નતાશાની તસવીર અહીં જુઓ

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

વરુણ અને નતાશાના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. કોવિડના કારણે નતાશા અને વરુણના લગ્ન અલીબાગમાં થયા હતા, જ્યારે બંનેના ડેસ્ટિનેશન વેડિંગ હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હવે વરુણ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ બવાલમાં જોવા મળશે. હાલમાં જ અભિનેતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી હતી, જેમાં વરુણ ધવન બાઈક પર બેઠેલો જોવા મળ્યો હતો. આ તસવીરોમાં વરુણ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.

નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મના કાસ્ટિંગની જાહેરાત કરી હતી. વરુણ ધવન અને જાહ્નવી કપૂરને નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ લવ સ્ટોરી બવાલ માટે ફાઈનલ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મના સેટ પરથી વરુણ ધવનની તે તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. આ પહેલીવાર છે, જ્યારે વરુણ અને જાહ્નવી બંને એકબીજા સાથે સ્ક્રીન સ્પેસ શેયર કરતા જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">