પીએમ મોદીની બાયોપિકને લઈને પરેશ રાવલે કર્યો મોટો ખુલાસો, મળ્યા તમામ સવાલોના જવાબ
પરેશ રાવલ (Paresh Rawal) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમને પીએમ મોદીની બાયોપિકને લઈને નિવેદન આપ્યું છે. થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે પરેશ રાવલ પીએમ મોદીની બાયોપિક બનાવશે. પરંતુ હવે તેને સત્ય કહ્યું છે.

હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર પરેશ રાવલ (Paresh Rawal) હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે અને આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. પરેશ રાવલે ફિલ્મની રિલીઝ પહેલા એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે ઘણા સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેને પીએમ મોદીની બાયોપિકને લઈને મોટો ખુલાસો કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવશે પરેશ રાવલ?
વાસ્તવમાં થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે પરેશ રાવલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવશે. પરંતુ તાજેતરના ઈન્ટરવ્યુમાં પરેશ રાવલે લાંબા સમયથી પૂછવામાં આવતા સવાલ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. પરેશ રાવલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અત્યારે પીએમ મોદીની બાયોપિક નથી બનાવી રહ્યા. જ્યારે પરેશ રાવલે ફિલ્મ વિશે સવાલ પૂછ્યો ત્યારે તેને કહ્યું, “ના.. કારણ કે ત્રણ ચાર ફિલ્મ બની ગઈ છે.”
દિલની નજીક છે ટોપિક
આ દરમિયાન પરેશ રાવલે સ્વીકાર્યું કે આ વિષય તેમના દિલની ખૂબ નજીક છે. તેમને કહ્યું કે સામાન્ય માણસ માટે આટલા ઊંચાઈએ જવું એ મોટી વાત છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના જીવન પર ઘણી ફિલ્મો બની છે જેમાં વિવેક ઓબેરોય સ્ટારર પીએમ નરેન્દ્ર મોદી પણ સામેલ છે.
નોંધપાત્ર વાત એ છે કે પરેશ રાવલ એક્ટર હોવા સિવાય ભાજપના નેતા પણ છે. તેમને વર્ષ 2014માં અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેઓ ત્રણ લાખ પચીસ હજાર મતોથી જીત્યા હતા. પરંતુ 2019ની સામાન્ય ચૂંટણી પહેલા તેમણે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
આ પણ વાંચો: ચંદ્ર પર ભારત, ચંદ્રયાન 3ની સફળતાથી બોલિવુડ ખુશખુશાલ, જાણો કોણે શું કહ્યું
આ ફિલ્મમાં જોવા મળશે પરેશ રાવલ
પરેશ રાવલની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો તેની પાસે મલ્ટી-સ્ટારર વેલકમ ટુ ધ જંગલ, હેરા ફેરી 3, આવારા પાગલ દિવાના 2 અને ગુજરાતી ફિલ્મની હિન્દી રીમેક ડિયર ફાધર જેવી ફિલ્મો છે. ગુજરાતીમાં બનેલી ડિયર ફાધરમાં પરેશ રાવલ પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો.